Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપ દ્વારા સુરેન્દ્રનગરમાં પદયાત્રા યોજાઈ:ધારાસભ્ય ચૈતર વસાવાને સજા થતા સમર્થનમાં રેલી

    2 days ago

    સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજવામાં આવી હતી. કોર્ટ દ્વારા વસાવાને સજા ફટકારવામાં આવતા તેમને ન્યાય અપાવવા માટે આ પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ પદયાત્રામાં વિક્રમભાઈ દવે, રમેશભાઈ મેર, કમલેશભાઈ કોટેચા અને માધવીબેન રાજપૂત સહિત મોટી સંખ્યામાં AAPના અગ્રણી આગેવાનો જોડાયા હતા. આદિવાસી સમાજના નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની અને અન્ય 7 લોકો સહિત કુલ 9 લોકોને કોર્ટે સજા ફટકારી છે. આ પદયાત્રા સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોકથી શરૂ થઈને ટાવર સુધી પગપાળા યોજવામાં આવી હતી. AAPના કાર્યકરો અને સમર્થકોએ વસાવાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ગારમેન્ટના વેપારી પર ફાયરિંગ:કાર ઓવરટેક કરી બાઇક પર આવેલા બે શખસોએ ખભા પર ગોળી મારી, યુવક ગંભીર ઈજાગ્રસ્ત
    Next Article
    પાટણમાં મહાનગરપાલિકા બનવા ડ્રોન સર્વે શરૂ:GUDM અંતર્ગત 3 ડ્રોનથી શહેરનું ડિજિટાઈઝેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment