Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં મહાનગરપાલિકા બનવા ડ્રોન સર્વે શરૂ:GUDM અંતર્ગત 3 ડ્રોનથી શહેરનું ડિજિટાઈઝેશન

    2 days ago

    પાટણ નગરપાલિકાને ડિસેમ્બર 2027 સુધીમાં મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા તેજ બની છે. આના ભાગરૂપે, શહેરના આધુનિક આયોજન માટે આજથી ડ્રોન કેમેરા દ્વારા ઈમેજ કેપ્ચરિંગ (નકશા તૈયાર કરવાની) કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) દ્વારા નિયુક્ત એજન્સી એમનેક્સ ઇન્ફો ટેકનોલોજી દ્વારા આ અર્બન એટલાસ પ્રોજેક્ટનું પ્રારંભિક ચરણ હાથ ધરાયું છે. એજન્સીના ટેકનિશિયન રાહુલ પંચાલે જણાવ્યું કે, આ અર્બન એટલાસ પ્રોજેક્ટનું પ્રારંભિક ચરણ છે. જેમાં ડ્રોન દ્વારા શહેરની હાઈ-રિઝોલ્યુશન તસવીરો લેવામાં આવી રહી છે. આ ડેટાના પ્રોસેસિંગ બાદ સમગ્ર પાટણ શહેરનું ડિજિટાઈઝેશન કરાશે. આ પ્રક્રિયાથી શહેરની તમામ પબ્લિક યુટિલિટીઝ (જેમ કે રોડ, ડ્રેનેજ, પાણીની લાઈનો)ની ભૌગોલિક સ્થિતિ એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. ભવિષ્યમાં મહાનગરપાલિકાના આયોજન માટે આ અત્યંત ઉપયોગી સાબિત થશે. પાટણના હાંસાપુર વિસ્તારમાં એક ખુલ્લા મેદાનને સેન્ટર પોઈન્ટ બનાવીને આ કામગીરી શરૂ કરાઈ છે. રાહુલ પંચાલે વધુમાં જણાવ્યું કે, સંસ્થાની 8 થી 10 નિષ્ણાત ટેકનિશિયનોની ટીમ આ ફિલ્ડ વર્ક સંભાળી રહી છે. સર્વે ઝડપથી પૂર્ણ કરવા માટે 3 પાયલોટ્સ દ્વારા એકસાથે 3 અત્યાધુનિક ડ્રોન અલગ-અલગ લોકેશન પર ઉડાડવામાં આવી રહ્યા છે. સમગ્ર પાટણ શહેરમાં કુલ 48 પોઈન્ટ્સ નક્કી કરાયા છે. એક ડ્રોન ફ્લાઇટમાં અડધો ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર કવર થાય છે. પાટણમાં 18 મુખ્ય જગ્યાઓ પરથી ઓછામાં ઓછા 8 થી 10 વખત ડ્રોન ઉડાડીને સચોટ ડેટા મેળવવામાં આવી રહ્યો છે. અનુકૂળ હવામાનને કારણે કામગીરી આજે જ પૂર્ણ થવાની સંભાવના છે. ટેકનિશિયન ટીમના જણાવ્યા મુજબ, પાટણનું વર્તમાન હવામાન ડ્રોન ફ્લાઈંગ માટે સાનુકૂળ હોવાથી આજે જ સમગ્ર શહેરનો ડ્રોન કેપ્ચરિંગ સર્વે સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે. પાટણના આ ડિજિટલ સર્વે બાદ મહાનગરપાલિકા બનવા તરફનું આગામી વહીવટી ચરણ વધુ વેગવંતુ બનશે.
    Click here to Read More
    Previous Article
    આપ દ્વારા સુરેન્દ્રનગરમાં પદયાત્રા યોજાઈ:ધારાસભ્ય ચૈતર વસાવાને સજા થતા સમર્થનમાં રેલી
    Next Article
    મૃતક બાળકીના પિતાનો આક્ષેપ:કૂવાડવા રોડ પર મેદાનમાં રમતી બે બાળકી પર 16 વર્ષના સગીરે કાર ચડાવી દીધી,4 વર્ષની જિયાંશીનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment