Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૃતક બાળકીના પિતાનો આક્ષેપ:કૂવાડવા રોડ પર મેદાનમાં રમતી બે બાળકી પર 16 વર્ષના સગીરે કાર ચડાવી દીધી,4 વર્ષની જિયાંશીનું મોત

    3 days ago

    રાજકોટમાં સગીર વયના નબીરાઓને વાહનો સોંપીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. રૈયા રોડ અન્ડરપાસમાં રેલવે કર્મચારીનો ભોગ લેવાયાની ઘટનાના હજુ માંડ પાંચ દિવસ થયા છે ત્યાં જ કૂવાડવા રોડ પર રોહીદાસપરા વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક 16 વર્ષના સગીરે મેદાનમાં પાર્ક કરેલી કાર ચાલુ કરી હંકારતા તે બેકાબૂ બની હતી અને મેદાનમાં રમતી બે માસૂમ બાળકીઓને કચડી નાખી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 4 વર્ષની માસૂમ બાળકી જિયાંશીનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.જ્યારે અન્ય ઇજાગ્રસ્ત માસુમ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ રોહીદાસપરા શેરી નંબર-6 માં રહેતા અને છૂટક મજૂરી કરતા મહેશભાઈ મનસુખભાઈ ચુડાસમાની 4 વર્ષની પુત્રી જિયાંશી ગઈકાલે સાંજે સાડા ચારેક વાગ્યે ઘર નજીક ચામુંડા સોસાયટી પાસેના મેદાનમાં તેની બહેનપણી વૈશાલી સાથે રમતી હતી. આ દરમિયાન ગાંધી વસાહતમાં રહેતા એક 16 વર્ષના સગીરે મેદાનમાં પાર્ક કરેલી અર્ટિગા કાર GJ 03 HK 1113 ચાલુ કરી દીધી હતી. સગીરથી કાર કંટ્રોલ ન થતાં તે પૂરપાટ ઝડપે બંને બાળકીઓ પર ચડી ગઈ હતી. જિયાંશીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં ગોકુલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડી દીધો હતો. જ્યારે વૈશાલી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મોહરમના તહેવારના બહાને બનાવના 24 કલાક બાદ પણ પોલીસ તપાસ ઠપ હોવાનો આક્ષેપ મૃતક બાળકીના પિતાનો આક્ષેપ: ‘તહેવારના બહાને 24 કલાકથી તપાસ ઠપ’ મૃતક બાળકીના પિતા અને ફરિયાદી મહેશભાઈ ચુડાસમાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે અકસ્માત સર્જનાર આરોપીની ઉંમર 16 થી 17 વર્ષની છે. વધુમાં પરિવારનો આક્ષેપ છે કે મોહરમના તહેવારને કારણે આ ગંભીર બનાવ બન્યાના 24 કલાક બાદ પણ પોલીસ દ્વારા કોઈ નક્કર તપાસ કરવામાં આવી નથી. આરોપી કાર સાઇડમાં લેવા જતા અકસ્માત સર્જાયો, પોલીસે આપી દીધી કલીનચીટ બી ડીવીઝન પોલીસને પુછતા જણાવ્યું હતું કે આરોપીના ઘેર મહેમાન આવ્યા હતા તેની કાર ઘર પાસે રમતા બાળકોને નડતી હોવાથી સાઇડમાં લેવાનું કહ્યું હતું. આથી આરોપીના પરિવારના મહિલાએ ચાવી આપી ‘કોઇને આવડતી હોય તો કાર સાઇડમાં લઇ લ્યે’ તેમ કહેતા આરોપી ચાવી લઇને કાર સાઇડમાં લેતો હતો ત્યારે અકસ્માત સર્જાયો. આરોપીની ઉંમરની તપાસ કરી કાર્યવાહી કરાશે. જો કે સગીરને કાર ચલાવવા આપનાર સામે કાર્યવાહી મુદ્દે પોલીસે કોઇ ફોડ પાડયો ન હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં મહાનગરપાલિકા બનવા ડ્રોન સર્વે શરૂ:GUDM અંતર્ગત 3 ડ્રોનથી શહેરનું ડિજિટાઈઝેશન
    Next Article
    રૂ.2.49 કરોડનો લૂંટ કેસ:શાપરમાં મજૂરી કરતા પુત્રએ ટીપ્સ આપી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment