Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ગારમેન્ટના વેપારી પર ફાયરિંગ:કાર ઓવરટેક કરી બાઇક પર આવેલા બે શખસોએ ખભા પર ગોળી મારી, યુવક ગંભીર ઈજાગ્રસ્ત

    2 days ago

    વડોદરા શહેરના વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. ગત(26 જૂન) મોડી રાત્રે ગારમેન્ટનો વ્યવસાય કરતા અને મૂળ દિલ્હીના યુવક પર અજાણ્યા બાઈક સવાર શખસોએ ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી. આ બનવામાં કાર ચાલક યુવકને ખભાના ભાગે ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકને રોકી ખભામાં ગોળી મારી વાઘોડિયા ચોકડી પાસે યુવકને રોકીને હુમલાખોરોએ તેના ખભામાં ગોળી મારી હતી. ગંભીર ઇજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. હુમલાખોરો ઘટના અંજામ આપી તરત જ ફરાર થઈ ગયા હતા. ગંભીર યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવકને હોસ્પિટલ ખસેડાયો સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. ઘટનાને લઈ વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસ તેમજ એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કર્યા છે. બે શખસોએ ઓવરટેક કરી ફાયરિંગ કર્યું: DYSP DYSP પી.એન. પાટીલે જણાવ્યું કે વાઘોડિયા ચોકડી પાસે એક ભાઈ કાર લઈને જતા હતા ત્યારે બે શખસો આવી ઓવરટેક કરી તેઓની ઉપર ફાયરિંગ કર્યું હતું. આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ પુરાવાઓના આધારે હુમલાખોરોની શોધખોળ ચાલુ છે. ફાયરિંગ પાછળ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ છે તેની તપાસ માટે અલગ-અલગ ટીમો કામે લાગી છે.
    Click here to Read More
    Previous Article
    કાટમાળમાં દટાયેલા 18 દિવસના બાળકનું રેસ્ક્યુ:ધ્વસ્ત ઇમારતોમાં હજુ અનેક ફસાયેલા લોકો; રસ્તા પર રાહત શિબિર; વેનેઝુએલા ભૂકંપના PHOTOS-VIDEOS
    Next Article
    આપ દ્વારા સુરેન્દ્રનગરમાં પદયાત્રા યોજાઈ:ધારાસભ્ય ચૈતર વસાવાને સજા થતા સમર્થનમાં રેલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment