Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ બોધ વિહારમાં શાહુજી મહારાજની જન્મ જયંતિ ઉજવાઈ:ચકલીઘર, પાણીના કુંડા વિતરણ સહિતના સેવાકાર્યો કરાયા

    2 days ago

    સુરેન્દ્રનગર-વઢવાણના છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહાર ખાતે શાહુજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચકલીઘર અને પાણીના કુંડા વિતરણ સહિતના વિવિધ સેવાકાર્યોનું આયોજન કરાયું હતું. છત્રપતિ શાહુ મહારાજનો જન્મ 26 જૂન, 1874ના રોજ મરાઠા સામ્રાજ્યના કોલ્હાપુર રજવાડામાં થયો હતો. તેમનું મૂળ નામ યશવંતરાવ ઘાટગે હતું. 1884માં કોલ્હાપુરના રાજા શિવાજી ચોથાના અવસાન બાદ, તેમના પત્ની આનંદીબાઈએ તેમને દત્તક લીધા અને શાહુજી નામ આપ્યું. તેમનો ગુજરાત સાથે ગાઢ સંબંધ રહ્યો હતો. શાહુ મહારાજે રાજકોટની પ્રખ્યાત રાજકુમાર કોલેજ ખાતે અભ્યાસ કર્યો હતો. તેમના લગ્ન વડોદરાના મરાઠા સરદારની પુત્રી લક્ષ્મીબાઈ સાથે થયા હતા. 20 વર્ષની વયે, 1894માં તેમણે કોલ્હાપુર રાજ્યની શાસન ધુરા સંભાળી. તેઓ ભારતમાં સામાજિક સમાનતા અને પછાત વર્ગના ઉદ્ધાર માટે જાણીતા છે. વર્ષ 1902માં, શાહુ મહારાજે તેમના રાજ્યમાં સામાજિક રીતે પછાત અને દલિત વર્ગના લોકોને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 50 ટકા અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો, જે તેમને દેશના પ્રથમ રાજવી બનાવ્યા. તેમણે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવ્યું. દલિત અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો (હોસ્ટેલો) શરૂ કરાવી. તેમના રાજ્યમાં અસ્પૃશ્યતા નિવારણ માટે સખત પગલાં લેવામાં આવ્યા હતા. તેમના ક્રાંતિકારી સામાજિક સુધારાઓ બદલ તેમને "રાજર્ષિ" ની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 6 મે, 1922ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું. આવા મહાન ક્રાંતિકારી રાજવીના જન્મદિવસે છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહાર, સુરેન્દ્રનગરમાં શ્વાનો માટે રંઘાડુ બનાવવાનો, ચકલીના માળા અને પાણીના કુંડા વિતરણનો, તેમજ ગૌવંશને લીલો ચારો ખવડાવીને જીવદયાના કાર્યો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ નટુભાઈ એલ. પરમાર સહિતના આગેવાનો દ્વારા કરાયો હતો. છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહાર ધરમ તળાવના કાંઠે વડ પાસે, વઢવાણ, સુરેન્દ્રનગરમાં આવેલું છે.
    Click here to Read More
    Previous Article
    10 મિનિટમાં પોણા બે લાખના દાગીના ચોરી તસ્કરો ફરાર, CCTV:વડોદરામાં પરિવાર વતન ગયો ત્યારે ચોર આવ્યા; લોકોને ખબર પડતા ઊભી પૂંછડીએ ભાગ્યા; સિક્યુરિટી ગાર્ડે ‘પિક્ચર’ જોયું
    Next Article
    આનંદ પ્રકાશ સ્કૂલમાં નૂતન સત્ર પ્રારંભ:વિદ્યાર્થીઓને જીવનલક્ષ્ય, સંસ્કાર અને મોબાઈલ ઉપયોગ પર માર્ગદર્શન મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment