Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આનંદ પ્રકાશ સ્કૂલમાં નૂતન સત્ર પ્રારંભ:વિદ્યાર્થીઓને જીવનલક્ષ્ય, સંસ્કાર અને મોબાઈલ ઉપયોગ પર માર્ગદર્શન મળ્યું

    2 days ago

    પાંચ પરગણા બ્રહ્મ સમાજ સંચાલિત આનંદ પ્રકાશ સ્કૂલ અને હોસ્ટેલ ખાતે નૂતન શૈક્ષણિક સત્રના પ્રારંભે વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પિયુષભાઈ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને જીવન ઘડતર અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ આનંદ પ્રકાશ બાપુની આરતી અને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ જોશીએ પ્રાસંગિક વક્તવ્ય આપી મુખ્ય વક્તાનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ પૂર્વ ગૃહપતિ અને અગ્રણી જગન્નાથભાઈ જોશીએ પિયુષભાઈ આચાર્યનો વિસ્તૃત પરિચય આપી તેમની સાહિત્યિક અને સામાજિક વિદ્વતાનો ચિતાર રજૂ કર્યો હતો. આ પ્રસંગે સંસ્થાના કાર્યકરો નર્મદાશંકર જોશી અને ભરતભાઈ જોશી, જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી હર્ષદભાઈ રાવલ ઉપરાંત સંસ્થાના ગૃહપતિ અને ગૃહમાતા સહિતના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા પિયુષભાઈ આચાર્યે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય નિર્ધારિત કરવા અને સફળતાના સિદ્ધાંતો આત્મસાત કરવા જણાવ્યું હતું. તેમણે રામાયણ અને મહાભારતના પ્રસંગોનું વર્ણન કરીને સંસ્કારયુક્ત જીવન જીવવાની કળા અને જીવનમાં સદગુરુના મહત્વને સમજાવ્યું હતું. તેમણે વર્તમાન સમયમાં મોબાઈલના વપરાશ અંગે વિદ્યાર્થીઓને ટકોર કરતાં જણાવ્યું કે મોબાઈલનો મર્યાદિત અને સકારાત્મક ઉપયોગ અનિવાર્ય છે. તેમણે વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો કે તેમણે પોતાના હાથમાં મોબાઈલ રાખવો છે કે પછી મોબાઈલના હાથમાં રહેવું છે તે નક્કી કરવાનું છે. તેમણે ઉમેર્યું કે માતા-પિતા માત્ર ડિગ્રી મેળવવા કે અક્ષરજ્ઞાન લેવા નથી મોકલતા, પરંતુ ભણતરના માધ્યમથી જીવનમાં સંસ્કારી અને સજ્જન બનવું એ જ શિક્ષણનો ખરો હેતુ છે. બ્રાહ્મણત્વની વ્યાખ્યા સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું કે બ્રાહ્મણ માત્ર જ્ઞાતિ નથી, પરંતુ ઉચ્ચ સંસ્કાર, અગાધ જ્ઞાન અને સમાજ પ્રત્યેની નૈતિક જવાબદારીનું નામ છે. કાર્યક્રમના અંતે સંસ્થા તરફથી તમામ વિદ્યાર્થીઓને નવા સત્ર માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વઢવાણ બોધ વિહારમાં શાહુજી મહારાજની જન્મ જયંતિ ઉજવાઈ:ચકલીઘર, પાણીના કુંડા વિતરણ સહિતના સેવાકાર્યો કરાયા
    Next Article
    Rs 85 Lakh Salary, But Just 1 Lakh Left To Save? NRI's Budget Sparks Debate

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment