Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 મિનિટમાં પોણા બે લાખના દાગીના ચોરી તસ્કરો ફરાર, CCTV:વડોદરામાં પરિવાર વતન ગયો ત્યારે ચોર આવ્યા; લોકોને ખબર પડતા ઊભી પૂંછડીએ ભાગ્યા; સિક્યુરિટી ગાર્ડે ‘પિક્ચર’ જોયું

    2 days ago

    વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી ઓલીવન રેસીડેન્સીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. મકાન માલિક પોતાના વતન ગયા હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બેડરૂમના કબાટના લોક તોડી માત્ર 10 મિનિટમાં અંદાજે રૂ. 1.86 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે લોકોને ખબર પડતા તસ્કરો ઊભી પૂંછડીએ ભાગ્યા હતા.આ સમગ્ર ઘટના CCTV કેમેરમાં કેદ પણ થઈ છે. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વતન ગયા ત્યારે ચોરી થઈ ફરિયાદી બ્રિજેશકુમાર પ્રકાશભાઈ પટેલ કે જેઓ આજવા રોડ પર ઓલીવન રેસીડેન્સીમાં પોતાની દાદી સાથે રહે છે અને સૌરાષ્ટ્ર પાન પાર્લર ચલાવી ગુજરાન ચલાવે છે, તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વિગત મુજબ, ગત 23 જૂન, 2026ના રોજ બપોરે તેઓ ઘરને લોક મારીને પોતાના વતન કોઠંબા ગયા હતા. મકાનના પહેલા માળે રહેતા ભાડુઆતે જાણ કરી બીજા દિવસે સવારે 6 વાગ્યાની આસપાસ, તેમના મકાનના પ્રથમ માળે ભાડે રહેતા જીતેન્દ્રભાઈએ ફોન કરીને જણાવ્યું કે તેમના ઘરના દરવાજાનો નકચો તૂટેલો છે. આ સાંભળી બ્રિજેશકુમાર તાત્કાલિક વતનથી પરત આવ્યા હતા. ઘરમાં તપાસ કરતા બેડરૂમનો સામાન વેરવિખેર હતો અને કબાટ તેમજ તેની અંદર રાખેલા લોકરનું તાળું તૂટેલું હતું. લોકરમાં રાખેલા સોના-ચાંદીના તમામ દાગીના ગાયબ હતા. 10 મિનિટમાં પોણા બે લાખના દાગીના ચોરી તસ્કરો ફરાર તેઓએ તપાસ કરતા સોના-ચાંદીના મળી કુલ રૂપિયા 1,86,325ના દાગીનાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે ચોરીની ઘટના બાદ બ્રિજેશકુમારે ઘરની સામે આવેલા મકાનના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફૂટેજમાં તસ્કરો માત્ર 10 જ મિનિટમાં આ આખી ચોરીને અંજામ આપ્યો હતો. બાપોદ પોલીસે આ CCTV ફૂટેજના આધારે ત્રણેય અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    MP-ઝારખંડમાં વાવાઝોડા-વીજળી પડવાથી 16નાં મોત:ઉત્તરાખંડમાં ઘર-શાળાઓમાં કાટમાળ ઘૂસ્યો, વાહનો દટાયા; યુપી-રાજસ્થાન-હરિયાણામાં તાપમાન 42°C+
    Next Article
    વઢવાણ બોધ વિહારમાં શાહુજી મહારાજની જન્મ જયંતિ ઉજવાઈ:ચકલીઘર, પાણીના કુંડા વિતરણ સહિતના સેવાકાર્યો કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment