Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત સિવિલમાં મહિલાનો હંગામો, શબવાહિનીમાં કરી તોડફોડ:પથ્થર ઉચકી લોકો પર હુમલો કરવાનો પ્રયાસ, હોસ્પિટલ કેમ્પસમાં અફરાતફરીનો માહોલ

    4 दिन पहले

    સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એક મહિલાએ અચાનક જ ભારે હંગામો મચાવ્યો હતો. માનસિક રીતે અસ્થિર જણાતી આ મહિલાએ હાથમાં પથ્થર ઉઠાવીને ત્યાંથી પસાર થતા સામાન્ય લોકો અને દર્દીઓના સગા-સંબંધીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાના આ આક્રમક વલણને પગલે હોસ્પિટલ પરિસરમાં થોડા સમય માટે ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. પોસ્ટમોર્ટમ રૂમ બહાર પાર્ક કરેલી શબવાહિનીના કાચ તોડ્યા પ્રાપ્ત માહિતી અનુસાર, હંગામો મચાવતી આ મહિલા દોડતી દોડતી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ બહાર પહોંચી ગઈ હતી. ત્યાં પાર્ક કરીને મૂકવામાં આવેલી એક શબવાહિની પર મહિલાએ પથ્થરમારો કર્યો હતો. મહિલાએ પથ્થર મારીને શબવાહિનીના કાચ ફોડી નાખ્યા હતા અને વાહનને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ્સ અને હાજર લોકો કંઈ સમજે તે પહેલાં જ મહિલાએ તોડફોડ શરૂ કરી દીધી હતી. મહિલા માનસિક અસ્થિર હોવાની આશંકા સિવિલના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, મહિલાની હરકતો અને તેની વર્તણૂક જોતા તે પ્રાથમિક દ્રષ્ટિએ માનસિક રીતે અસ્થિર હોવાનું જણાઈ રહ્યું છે. પથ્થર હાથમાં લઈને તે ગમે તેમ બૂમો પાડી રહી હતી અને લોકોની પાછળ દોડી રહી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ નાગરિક કે દર્દીને ગંભીર ઈજા પહોંચી નથી, પરંતુ સરકારી મિલકતને નુકસાન થયું છે. મહિલાની સિવિલમાં સારવાર શરૂ દિવસભર હજારો દર્દીઓથી ઉભરાતી સુરત સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટનાને પગલે સુરક્ષા સ્ટાફ દોડતો થઈ ગયો હતો. સુરક્ષાકર્મીઓએ ભારે જહેમત બાદ મહિલા પર કાબૂ મેળવ્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો. ત્યારબાદ મહિલાને સુરત સિવિલ હોસ્પિટલમાં જ સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે અને સારવાર ચાલી રહી છે. જોકે, આ ઘટનાને પગલે સિવિલની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ-કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી:સિઝનના પહેલાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, 7 દિવસ સુધી ભારે વરસાદની કોઈ ચેતવણી નહીં
    Next Article
    ગોધરામાં મોહરમ પર્વની ઉજવણી, તાજિયા જુલૂસ નીકળ્યા:યુવાનો દ્વારા લાઠીદાવ, તલવારબાજી અને આગના સાહસિક કરતબો રજૂ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment