Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં મોહરમ પર્વની ઉજવણી, તાજિયા જુલૂસ નીકળ્યા:યુવાનો દ્વારા લાઠીદાવ, તલવારબાજી અને આગના સાહસિક કરતબો રજૂ કરાયા

    4 days ago

    હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીદારોની કરબલાના મેદાનમાં શહાદતની યાદમાં ગોધરા પંથકમાં પવિત્ર મોહરમ પર્વની ભક્તિભાવ અને ગમગીનીભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાંથી આકર્ષક અને કલાત્મક તાજિયાના ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા. જુલૂસ દરમિયાન સ્થાનિક અખાડાના યુવાનો દ્વારા લાઠીદાવ, તલવારબાજી અને આગના સાહસિક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનોએ ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ગોધરા શહેર પ્રમુખ નિર્મિત દેસાઈ, નગરપાલિકા ઉપપ્રમુખ ઇશાંત સોની, પાલિકા સભ્ય આનંદ ઘડિયાળી અને પપ્પીભાઈ સહિતના આગેવાનોએ શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયા કમિટીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત સ્થાનિક કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તાજિયા કમિટી દ્વારા આ તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર પર્વ શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ વહીવટીતંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારો સહિત તમામ મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરત સિવિલમાં મહિલાનો હંગામો, શબવાહિનીમાં કરી તોડફોડ:પથ્થર ઉચકી લોકો પર હુમલો કરવાનો પ્રયાસ, હોસ્પિટલ કેમ્પસમાં અફરાતફરીનો માહોલ
    Next Article
    Tamil Nadu Minister's Video Prompts "Drugs" Charge, He Says "Medicine"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment