Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લવમેરેજના એક મહિનામાં જ યુવતીએ ફ્લેટ પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું:વડોદરાની યુવતીને પતિ ઘરે ન જવા દેતો હોવાની પિયરમાં જાણ કરી, અમદાવાદમાં પતિ ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

    1 day ago

    યુવાનીના પ્રેમમાં લીધેલો નિર્ણય વડોદરાની એક યુવતી માટે જીવલેણ સાબિત થયો છે. અમદાવાદમાં ઇન્ટર્નશિપ દરમિયાન થયેલી મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી અને ત્યારબાદ બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના માત્ર એક મહિનામાં જ યુવતીએ ફ્લેટ પરથી કૂદીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. મૃતકના પરિવારનો આક્ષેપ છે કે, પતિ અને તેના પરિવાર તરફથી સતત શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી તેને લઈને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બંને વચ્ચે મિત્રતા વધતા પ્રેમસંબંધ બંધાયો ને લવમેરેજ કર્યા વડોદરાની એક યુવતી BBAનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇન્ટર્નશિપ માટે અમદાવાદ આવી હતી અને અમદાવાદમાં પીજીમાં રહેતી હતી. જો કે તે દરમિયાન તેનો પરિચય અમદાવાદના સૂરજ પરમાર સાથે થયો હતો. તેમજ બંને વચ્ચે મિત્રતા વધતા પ્રેમસંબંધ બંધાયો હતો. ઇન્ટર્નશિપ પૂર્ણ થયા બાદ યુવતી વડોદરા પરત જતી રહી હતી. જોકે થોડા સમય બાદ યુવતી અચાનક એક દિવસ તેના ઘરેથી નીકળી ગઈ હતી. જેથી અનેક જગ્યાએ શોધખોળ કર્યા બાદ પરિવારે કંટાળી આખરે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પતિ યુવતીને વડોદરા આવવા દેતો ન હોવાનો પરિવારનો આક્ષેપ જો કે ત્યારબાદ યુવતીએ સૂરજ સાથે પ્રેમલગ્ન કર્યા હોવાનું દસ્તાવેજો સાથે પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું. પોલીસે આ અંગે બંને પરિવારોને જાણ કરતાં યુવતીના માતા-પિતા અમદાવાદ આવ્યા હતા અને દીકરીને જ્યારે ઇચ્છા થાય ત્યારે પિયર આવવા માટે કહ્યું હતું. લગ્નને અંદાજે 15 દિવસ થયા બાદ યુવતીએ માતા-પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે તેને વડોદરા ઘરે આવવું છે. પરંતુ પતિ તેને આવવા દેતો ન હોવાનો પરિવારનો આક્ષેપ છે. યુવતીનું મોત, પરિવારે ફરિયાદ નોંધાવી તેમજ તે બાદ પતિ સૂરજે ફોન કરીને યુવતીની તબિયત ખરાબ હોવાનું કહી પરિવારને અમદાવાદ બોલાવ્યો હતો. પરિવાર હોસ્પિટલ પહોંચ્યો ત્યારે યુવતીનું મોત થઈ ચૂક્યું હોવાનું જાણવા મળ્યું હતું. દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવાર આઘાતમાં આવી ગયો હતો. તેમજ તે બાદ પરિવારજનોએ પતિ અને સાસરીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિ અને સાસરિયા ત્રાસ આપતા હોવોનો આક્ષેપ જેમાં સૂરજ અને તેના પરિવારજનો દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેને પાંચથી છ વખત માર પણ માર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી આ ત્રાસથી કંટાળીને યુવતીએ પોતાના એપાર્ટમેન્ટ પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું હોવાનું ફરિયાદ નોંધાઈ છે. જેથી હવે પરિવારના આક્ષેપોના આધારે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં મહોરમ નિમિત્તે તાજીયા જુલૂસ:ધારાસભ્ય ઉમેશ મકવાણાએ દર્શન કર્યા, રૂટ પર ચૂસ્ત બંદોબસ્ત
    Next Article
    પાટણમાં 150થી વધુ તાજીયા સાથે જુલુસ:ઇમામ હુસૈનની શહીદીની યાદમાં કોમી એખલાસ સાથે ભવ્ય ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment