Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ ભાવનગર હાઇવે પર હિટ એન્ડ રન:ભીમ અગિયારસ નિમિતે કેરીનો રસ લઇને ઘરે જતાં ત્રંબાના દંપતીને નળ્યો અકસ્માત, પત્નીનું મોત, પતિ-પુત્ર ઈજાગ્રસ્ત

    3 days ago

    રાજકોટ ભાવનગર હાઈવે ઉપર વધુ એક જીવલેણ અકસ્‍માત સર્જાયો હતો જેમાં ગઈકાલે મોડી રાત્રીના એક પરિવારનો માળો વેરવિખેર બન્યો છે. ત્રંબા ગામે રહેતાં દંપતી ભીમ અગીયારસ નિમિતે એક્‍ટીવા પર બેસી પોતાના ત્રણ વર્ષના પુત્રને સાથે લઇ કેરીનો રસ લેવા નીકળ્યા હતા રસ લઇને પરત ઘરે જતી વખતે રાજકોટ-ભાવનગર હાઈવે પર ત્રંબા અને કાળીપાટ વચ્‍ચે તેનુ એક્‍ટીવા રાજકોટ તરફથી આવતી કારની ઠોકરે ચડી જતાં પત્‍નિનું મોત નીપજ્યું હતું અને પતિ પુત્રને ઇજા પહોંચી હતી. રાજકોટ નજીક ગઢકા રોડ પર આવેલી ગોલ્‍ડ કોઈન સોસાયટીમાં રહેતા અને કારખાનામાં નોકરી કરતાં ભાવેશભાઇ ધીરૂભાઇ બાંભણીયા (ઉ.વ.34) ગઈકાલે ભીમ અગીયારસ હોવાથી એક્‍ટીવા જીજે.03.પીકે.1319 લઇને પત્‍નિ નીશાબેન બાંભણીયા (ઉ.વ.32) અને પુત્ર કાનો (ઉ.વ.3)ને બેસાડી ત્રંબા ગામમાં કેરીનો રસ અને ઘરનો બીજો સામાન લેવા માટે ગયા હતાં. ખરીદી કરી પરત પોતાના ઘરે જતાં હતાં ત્‍યારે રાત્રીના રાજકોટ-ભાવનગર હાઈવે પર ત્રંબા ગામ નજીક આવેલી ખોડીયાર હોટલ પાસે પહોંચ્‍યા ત્‍યારે રાજકોટ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલી એક ફોરવ્‍હીલ કારના ચાલકે એક્‍ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્‍માત એટલો ભયાનક હતો કે એક્‍ટિવા સવાર પરિવારના ત્રણેય સભ્યો રોડની સાઈડમાં ફેંકાઇ ગયા હતા અને ત્રણેયને માથા તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તેઓ બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ભાવેશભાઇના પિતા ધીરૂભાઈ અને તેમના પત્‍નિ તુરંત ઘટનાસ્‍થળે દોડી આવ્‍યા હતા. અકસ્‍માત સર્જનાર કાર નંબર જીજે.03.એનએફ.3065 નો ચાલક પોતાની ગાડી ઘટનાસ્‍થળે જ મુકીને ભાગી ગયો હતો. 108 એમ્‍બ્‍યુલન્‍સ મારફતે ત્રણેય ઈજાગ્રસ્‍તોને રાજકોટની સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા જો કે અહિ નીશાબેનને તબિબે તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. કારચાલક સામે ગુનો નોંઘી તેની શોધખોળ હાથ ધરી ભાવેશભાઇ અને તેના પુત્ર કાનાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે મૃતક નીશાબેનના સસરા ધીરૂભાઇ રાણાભાઇ બાંભણીયા (ઉ.વ.48)ની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંઘી તેની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    16 વર્ષના સગીરે કારથી બે બાળકીને કચડી, એકનું મોત:મેદાનમાં પાર્ક કરેલી કાર ચાલુ કરી પછી કંટ્રોલ ન થતા સાથે રમતી બંને બહેનપણીને હડફેટે લીધી
    Next Article
    મહેસાણાના મોટીદાઉ પાટિયા પાસે આઈસ્ક્રીમ ભરેલા કન્ટેનરમાં આગ:ફાયર બ્રિગેડે 10 હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment