Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈતર વસાવાને સજા થતાં મનસુખ વસાવાના ‘આપ’ પર પ્રહાર:કહ્યું- ધારાસભ્યના જેલવાસ મુદ્દે આમ આદમી પાર્ટી સસ્તી રાજનીતિ કરી રહી છે

    3 days ago

    નર્મદા જિલ્લાની રાજપીપળા કોર્ટે બે વર્ષથી ચાલી રહેલા વન કર્મચારીઓ પર હુમલાના કેસમાં ડેડીયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 9 લોકોને દોષિત ઠેરવીને 7 વર્ષની સખત સજા ફટકારી છે. આ ઐતિહાસિક ચુકાદા બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આ મામલે તીખી પ્રતિક્રિયા આપતા ‘આપ’ પર ચૈતર વસાવાની મુશ્કેલીઓનો રાજકીય લાભ ખાટવાનો અને સસ્તી રાજનીતિ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ન્યાયિક પ્રક્રિયા અને સગર્ભા માતાનો જેલવાસ કોર્ટે પુરાવા અને દલીલોના આધારે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલાબેન સહિત તમામ 9 આરોપીઓને દોષિત માન્યા છે. આ ચુકાદામાં એક સંવેદનશીલ પાસું એ પણ સામે આવ્યું છે કે, સજા પામેલા આરોપીઓમાં એક સગર્ભા માતા પણ સામેલ છે, જે પોતાના માત્ર 17 દિવસના નવજાત બાળક સાથે જેલના સળિયા પાછળ ધકેલાઈ છે. કોર્ટના ચુકાદામાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી: મનસુખ વસાવા આ સમગ્ર ઘટનાક્રમ અંગે દુઃખ વ્યક્ત કરતા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટ કર્યું હતું કે, આ સંપૂર્ણપણે એક સ્વાયત્ત ન્યાયિક પ્રક્રિયા છે. અદાલતો પુરાવા અને કાયદાકીય જોગવાઈઓના આધારે જ પારદર્શક રીતે કામ કરે છે, જેમાં સરકારની કોઈ ભૂમિકા કે હસ્તક્ષેપ હોતો નથી. તેથી આ ચુકાદાને રાજકીય ચશ્માથી જોવો યોગ્ય નથી. મુશ્કેલીના સમયે ‘આપ’ નેતાની પડખે ન ઊભી રહી સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીની દાનત પર સવાલ ઉઠાવતા પ્રહાર કર્યો કે, જ્યારે આ કેસની સુનાવણી કોર્ટમાં લાંબા સમય સુધી ચાલી રહી હતી અને અનેક તારીખો પડી રહી હતી, ત્યારે પાર્ટી ક્યાં ગાયબ હતી? ચૈતર વસાવાને જ્યારે વાસ્તવિક જરૂરિયાત હતી ત્યારે પાર્ટી તેમની પડખે ન ઊભી રહી, પરંતુ હવે ચુકાદો આવ્યા બાદ દિલ્હી અને ગુજરાતના ટોચના વકીલોને દોડાવવામાં આવી રહ્યા છે, જે માત્ર એક નાટક છે. ચૈતર વસાવાને મોહરું બનાવી રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ મનસુખ વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના જેલવાસના મુદ્દે આદિવાસી સમાજ અને સ્થાનિક લોકોને ભડકાવીને પોતાનું રાજકીય અસ્તિત્વ મજબૂત કરવા માંગે છે. ‘આપ’ ધારાસભ્યને માત્ર એક રાજકીય મોહરું બનાવીને સહાનુભૂતિ મેળવવાનો અને પોતાના રાજકીય રોટલા શેકવાનો નિકૃષ્ટ પ્રયાસ કરી રહી છે, જેને જનતાએ સમજવાની જરૂર છે. સરકાર અને ભાજપના નેતાઓ સાથે ચૈતર વસાવાના સંબંધો પોતાના નિવેદનના અંતમાં સાંસદે દાવો કર્યો હતો કે, ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના વિસ્તારના વિકાસકામો માટે સતત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના સંપર્કમાં રહેતા હતા અને સત્તાધારી પક્ષના નેતાઓ સાથે મુલાકાત પણ કરતા હતા. હજુ થોડા દિવસો પહેલા જ તેઓ પોતે પણ ચૈતર વસાવા સાથે એક જાહેર મંચ પર ઉપસ્થિત રહ્યા હતા, જે દર્શાવે છે કે વસાવાની સમસ્યાઓ માત્ર કાયદાકીય છે, જેને ‘આપ’ રાજકીય રંગ આપી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કેબિનેટ મંત્રી નરેશ પટેલ સામે આશ્રમશાળા બંધ કરાવવાનો આરોપ:પૂર્વ સરકારી મહિલા અધિકારીએ વીડિયો વાયરલ કર્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે ન્યાય માંગ્યો
    Next Article
    નાયબ કલેક્ટરે સેખલીયા ગામની મુલાકાત લીધી:ગામલોકોની તળાવના વેસ્ટ વીઅરની ઊંચાઈ વધારવાની માંગ સ્વીકારાઈ, પાણી સંગ્રહની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment