Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાયબ કલેક્ટરે સેખલીયા ગામની મુલાકાત લીધી:ગામલોકોની તળાવના વેસ્ટ વીઅરની ઊંચાઈ વધારવાની માંગ સ્વીકારાઈ, પાણી સંગ્રહની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ

    3 days ago

    ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ ચોટીલા તાલુકાના સેખલીયા ગામની સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગામના ખેડૂતોની પાણી સંગ્રહની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ લાવવાનો હતો. સેખલીયા ગામ ચોટીલા તાલુકાના છેવાડે અને રાજકોટ જિલ્લાની સરહદ પર આવેલું છે. ગામના ખેડૂતો દ્વારા વર્ષોથી તળાવના વેસ્ટ વીઅરની ઊંચાઈ વધારવાની માંગ કરવામાં આવી રહી હતી. જો તળાવના વેસ્ટ વીઅરને અંદાજે 2 મીટર ઊંચો કરવામાં આવે તો તળાવમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે છે. આનાથી આસપાસના મોટી સંખ્યામાં ખેડૂતોને સિંચાઈ માટે લાંબા સમય સુધી પાણી ઉપલબ્ધ રહેશે, જેના પરિણામે કૃષિ ઉત્પાદન અને ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થશે. આ પ્રશ્નની ગંભીરતાને ધ્યાનમાં લઈને નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ચોટીલા એચ. ટી. મકવાણાએ સેખલીયા ગામની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ પર તળાવની વર્તમાન સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિક ખેડૂતો તથા ગ્રામજનો સાથે ચર્ચા કરીને તેમની રજૂઆતો સાંભળી હતી. સ્થળ નિરીક્ષણ દરમિયાન જ તેમણે પંચાયતના સિંચાઈ વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. નાયબ કલેક્ટરે તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ અંગે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરે એક મહિનાની અંદર વેસ્ટ વીઅરને 2 મીટર ઊંચો કરવાનું કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. આ કામગીરી પૂર્ણ થતાં તળાવમાં વરસાદી પાણીનો વધુ સંગ્રહ શક્ય બનશે. તેનાથી મોટી સંખ્યામાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે, ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થશે તેમજ વર્ષો જૂની પાણી સંગ્રહની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સંગ્રહની ક્ષમતામાં વધારો થાય અને ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે સતત પ્રતિબદ્ધ છે. ખેડૂતોના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે જરૂરી વિભાગો સાથે સંકલન કરી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ચૈતર વસાવાને સજા થતાં મનસુખ વસાવાના ‘આપ’ પર પ્રહાર:કહ્યું- ધારાસભ્યના જેલવાસ મુદ્દે આમ આદમી પાર્ટી સસ્તી રાજનીતિ કરી રહી છે
    Next Article
    ‘I didn’t anticipate triplets’: Farah Khan on conceiving via IVF at 42

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment