Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેબિનેટ મંત્રી નરેશ પટેલ સામે આશ્રમશાળા બંધ કરાવવાનો આરોપ:પૂર્વ સરકારી મહિલા અધિકારીએ વીડિયો વાયરલ કર્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે ન્યાય માંગ્યો

    3 days ago

    નવસારી જિલ્લાના ખેરગામ ખાતે આવેલી ગૌરી આશ્રમશાળાને બંધ કરાવી દેવાની ચીમકી આપવાના મામલે રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ ગંભીર વિવાદમાં સપડાયા છે. આશ્રમશાળાના પ્રમુખના બહેન અને પૂર્વ સરકારી મહિલા અધિકારી ઉર્મિલાબેન ગરાસીયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરીને મંત્રી પર સત્તાના દુરુપયોગ અને ધમકી આપવાનો સળગતો આક્ષેપ કર્યો છે. આ ચકચારી ઘટનાને પગલે આદિવાસી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને પીડિત મહિલાએ આદિવાસી બાળકોના ભવિષ્યના રક્ષણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે ન્યાયની ગુહાર લગાવી છે. મૂળભૂત સુવિધાઓ અને સ્ટાફની અછત વચ્ચે ઝઝૂમતી સંસ્થા ખેરગામ તાલુકાની ગૌરી આશ્રમશાળામાં હાલમાં 155 જેટલા ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ આશ્રય મેળવીને અભ્યાસ કરી રહ્યા છે. આ સંસ્થા લાંબા સમયથી વહીવટી અને પાયાની સમસ્યાઓનો સામનો કરી રહી છે. મહેકમ પ્રમાણે અહીં માત્ર બે જ શિક્ષકો ફરજ બજાવતા હોવાથી પૂરતા સ્ટાફની ઉગ્ર માંગ હતી. આ ઉપરાંત, આદિવાસી બાળકો માટે પીવાના શુદ્ધ પાણી, ગુણવત્તાયુક્ત જમવાની વ્યવસ્થા અને સ્ટાફની ઘટ જેવા સંવેદનશીલ મુદ્દે સંસ્થાના સંચાલકોએ સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી નરેશ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. સુવિધાઓ આપવાના બદલે સંસ્થા બંધ કરવાની ધમકીનો આરોપ આશ્રમશાળાના આંતરિક પ્રશ્નો ઉકેલવાને બદલે મંત્રી નરેશ પટેલે વિવાદાસ્પદ વલણ અપનાવ્યું હોવાનો આરોપ લાગ્યો છે. સંસ્થાના પૂર્વ આચાર્ય ગોકુલભાઈ પટેલ અને વર્તમાન આચાર્ય વચ્ચે લાંબા સમયથી આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં મધ્યસ્થી કરવા પહોંચેલા મંત્રી નરેશ પટેલ પર આક્ષેપ છે કે તેઓ પૂર્વ આચાર્યને છાવરી રહ્યા છે. પૂર્વ અધિકારી ઉર્મિલાબેન ગરાસીયાએ આરોપ લગાવ્યો છે કે મંત્રીએ ફોન પર એવી ધમકી આપી હતી કે જો પૂર્વ આચાર્ય સાથે સમાધાન કરવામાં નહીં આવે, તો તેઓ એક અઠવાડિયાની અંદર આશ્રમશાળાને તાળાબંધી કરાવી દેશે. આ ધમકીભર્યા માહોલને કારણે ટ્રસ્ટી (ઉર્મિલાબેનના ભાઈ)ની તબિયત પણ લથડી ગઈ હતી. સરકારી ફરજ દરમિયાન પણ મંત્રી દ્વારા દબાણ કરાયાનો આરોપ વાયરલ વીડિયોમાં પૂર્વ સરકારી અધિકારી ઉર્મિલાબેન ગરાસીયાએ મંત્રી નરેશ પટેલની કાર્યશૈલી પર ભૂતકાળના ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, તેઓ જ્યારે સરકારી અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે પણ કેબિનેટ મંત્રીએ નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર રીતે ખોટી ભરતીના ઓર્ડર આપવા માટે તેમના પર ભારે રાજકીય દબાણ લાવ્યું હતું અને તેમને વહીવટી રીતે હેરાન-પરેશાન કરવામાં આવ્યા હતા. મંત્રી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગરીબ આદિવાસી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યા હોવાનો સણસણતો આરોપ તેમણે લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં મંત્રી દોડતા થયા આ હાઈપ્રોફાઈલ વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વહીવટી તંત્ર અને સ્થાનિક રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. ચારેકોરથી ઘેરાયેલા કેબિનેટ મંત્રી નરેશ પટેલ વિવાદને શાંત પાડવા તાત્કાલિક ગૌરી આશ્રમશાળાની મુલાકાતે પહોંચ્યા હોવાના અહેવાલો સાંપડ્યા છે. બીજી તરફ, ઉર્મિલાબેને મુખ્યમંત્રી "ભૂપેન્દ્ર દાદા" સમક્ષ લેખિત-મૌખિક રજૂઆત કરીને આ સમગ્ર મામલે તટસ્થ ન્યાયિક તપાસની માંગ કરી છે. હવે 155 જેટલા આદિવાસી બાળકોના શૈક્ષણિક ભવિષ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર મંત્રી સામે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. 'વર્તમાન આચાર્ય આશ્રમશાળાને ઇરાદાપૂર્વક બદનામ કરી રહ્યા છે' ખેરગામની ગૌરી આશ્રમશાળાના વિવાદમાં પૂર્વ સરકારી અધિકારી ઉર્મિલાબેન ગરાસીયાએ મંત્રી નરેશ પટેલના આક્ષેપો સામે વળતો પ્રહાર કરતા જણાવ્યું છે કે, છેલ્લા 40 વર્ષથી સંસ્થા પાકા ઓટલા વાળા મકાનમાં યોગ્ય રીતે ચાલી રહી છે, પરંતુ વર્તમાન આચાર્ય આશ્રમશાળાને ઇરાદાપૂર્વક બદનામ કરવા માટે નિર્દોષ બાળકોને જાણીજોઈને ધૂળમાં બેસાડીને જમાડી રહ્યા છે, જ્યારે બાળકોના રહેવા-જમવાની વ્યવસ્થા સાચવવી તે આચાર્યની પોતાની મુખ્ય જવાબદારી છે. શાળામાં લાંબા સમયથી શિક્ષકોની કાયમી ભરતી ન કરવા બદલ સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવતા તેમણે ઉમેર્યું કે, જો બધું જ મેનેજમેન્ટે કરવાનું હોય તો સરકારે શું કરવાનું, છતાં પણ બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે ટ્રસ્ટે પોતાના અંગત ખર્ચે વધારાના શિક્ષકની અને વિદ્યાર્થીઓના ભોજન માટે દર મહિને 8 થી 10 હજાર રૂપિયા આપીને કામચલાઉ રસોઈયાની વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. અંતમાં, સરકાર દ્વારા દર 3 થી 4 મહિને અત્યંત મોડી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવાથી કર્મચારીઓના નિયમિત પગાર ચૂકવવામાં પડતી આર્થિક મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને ઉર્મિલાબેને માગ કરી છે કે, વહીવટી પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સરકારે ગ્રાન્ટ ભેગી આપવાના બદલે એડવાન્સમાં આપવી જોઈએ જેથી વ્યવસ્થા જાળવવામાં કોઈ અવરોધ ઊભો ન થાય. આશ્રમશાળા વિવાદમાં મંત્રી નરેશ પટેલની પ્રતિક્રિયા ખેરગામની ગૌરી આશ્રમશાળાને તાળાબંધી કરવાની કથિત ધમકીના વાયરલ વીડિયો મામલે કેબિનેટ મંત્રી નરેશ પટેલે વળતો પ્રહાર કરતા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ આચાર્ય વચ્ચેના આંતરિક ઝઘડા છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા છે, જે વિદ્યાના ધામ માટે અત્યંત શરમજનક છે. મંત્રીએ ખુલાસો કર્યો કે આ આંતરિક વિવાદોને કારણે જ શાળામાં પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાઈ હતી અને ટેન્કરના દૂષિત પાણીથી નિર્દોષ આદિવાસી બાળકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા, જેના કારણે તેમણે મંત્રી તરીકેના અધિકારની રૂએ પ્રમુખ બિપિનભાઈને ફોન કરીને તાત્કાલિક સમાધાન કરવા સૂચના આપી હતી. સરકાર તરફથી પ્રતિ બાળક દર મહિને મોકલાતી રૂ. 2,500ની ગ્રાન્ટ (આશરે કુલ રૂ. 3,45,000) છતાં કથળેલા વહીવટ અને વારંવાર બદલાતા શિક્ષકોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા મંત્રીએ ચીમકી આપી છે કે, જો બાળકોના હિતમાં આશ્રમશાળાનું સંચાલન યોગ્ય રીતે નહીં થાય, તો આવી સંસ્થાઓને બંધ કરાવતાં પણ તેઓ અચકાશે નહીં અને તેમની આ કડક આદેશાત્મક સૂચનાને ધમકી ગણવી તે તદ્દન ખોટું છે.
    Click here to Read More
    Previous Article
    ગુનાહિત ઇતિહાસ અને મજબૂત પુરાવાની કોર્ટે નોંધ લીધી:કોઠારીયામાં થયેલ હત્યા કેસમાં મુખ્ય આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી
    Next Article
    ચૈતર વસાવાને સજા થતાં મનસુખ વસાવાના ‘આપ’ પર પ્રહાર:કહ્યું- ધારાસભ્યના જેલવાસ મુદ્દે આમ આદમી પાર્ટી સસ્તી રાજનીતિ કરી રહી છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment