Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહબાળની હત્યાનો ફરાર આરોપી ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ:વન વિભાગની ત્રણ ટીમોએ રાતોરાત ઓપરેશન પાર પાડ્યું, કુતિયાણાથી ‘બાવન ચાવડા’ની ધરપકડ

    13 hours ago

    જૂનાગઢ નજીક રબારી નેસ વિસ્તારમાં માત્ર 7થી 8 મહિનાના નર સિંહબાળની ક્રૂર હત્યા કરવાના ચકચારી મામલે વન વિભાગે મોટી સફળતા મેળવી છે. સિંહબાળના મોતના ઘાતકી ગુનામાં મુખ્ય શંકાસ્પદ અને ઘટના બાદ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરીને ભાગી ગયેલા આરોપી બાવન પુનાભાઈ ચાવડાને વન વિભાગની ત્રણ ટીમોએ સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવીને દબોચી લીધો છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાંથી ઝડપાયેલા આ આરોપીને વધુ પૂછપરછ માટે જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે. રબારી નેસમાંથી મળી આવ્યો હતો સિંહબાળનો મૃતદેહ બનાવની વિગત એવી છે કે, ગત 24 જૂન, 2026ના રોજ જૂનાગઢ વન વિભાગના ડુંગર (દક્ષિણ) રેન્જ હેઠળ આવતા રબારી નેસ વિસ્તારમાંથી એક અંદાજે 7થી 8 માસની વયના નર સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરતા જ સિંહબાળના શરીર પર ગંભીર શારીરિક ઇજાના નિશાનો જોવા મળ્યા હતા, જેના કારણે વન તંત્ર ચોંકી ઉઠ્યું હતું અને મામલાની ગંભીરતાને જોઈને તુરંત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સક્કરબાગના પીએમ રિપોર્ટમાં ખૂલ્યું ઘાતકી હુમલાનું સત્ય મૃત સિંહબાળનું પોસ્ટમોર્ટમ (PM) જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ત્રણ પશુચિકિત્સકોની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પીએમ રિપોર્ટમાં સિંહબાળના કપાળ તેમજ પાછળના પગના ભાગે ગંભીર અને જીવલેણ શારીરિક ઇજાઓ થઈ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ હતી. આ પુરાવા પરથી સ્પષ્ટ થયું કે સિંહબાળ પર કોઈ હથિયાર કે અન્ય વસ્તુ વડે ઘાતકી હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી ઇજાના અહેવાલ બાદ વન વિભાગ અને પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને સ્થાનિક બાતમીદારોની મદદ લેતા રબારી નેસના જ સ્થાનિક રહીશ બાવન પુના ચાવડાનું નામ સામે આવ્યું હતું. જો કે, તે વન વિભાગની પકડથી બચવા નાસી છૂટ્યો હતો. વન વિભાગની ત્રણ ટીમોએ ગઈ મોડી રાત્રિથી ઓપરેશન શરૂ કરી આજે વહેલી સવારે કુતિયાણા પંથકમાંથી તેને ઝડપી લીધો હતો. વન તંત્ર દ્વારા આ ગંભીર ગુના સબબ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ની કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, આરોપીની સઘન પૂછપરછ અને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. જૂનાગઢ વન વિભાગ વન્યજીવો વિરૂદ્ધ થતા ગુનાઓ સામે 'ઝીરો ટોલરન્સ' (શૂન્ય સહનશીલતા) ની નીતિ ધરાવે છે અને આ કેસમાં આરોપીને કડક સજા અપાવવા કટિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    ગુનાહિત ઇતિહાસ અને મજબૂત પુરાવાની કોર્ટે નોંધ લીધી:રાજકોટના કોઠારીયામાં થયેલ હત્યા કેસમાં મુખ્ય આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી
    Next Article
    હોલિવૂડ સ્ટાર ટાયરીસ ગિબ્સન જામનગર પહોંચ્યા:'Fast Furious' ફેમ અભિનેતા વનતારાના મહેમાન બન્યા; રાત્રિ રોકાણ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment