Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુનાહિત ઇતિહાસ અને મજબૂત પુરાવાની કોર્ટે નોંધ લીધી:રાજકોટના કોઠારીયામાં થયેલ હત્યા કેસમાં મુખ્ય આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

    1 day ago

    રાજકોટ નજીક કોઠારિયા સોલવન્ટમાં હૈદરભાઈની હત્યા કેસમાં મુખ્ય આરોપી રાહુલ મનુભાઈ પરેશાની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે નામંજુર કરી છે. ઉલ્લેખનીય છે મુખ્ય આરોપી દ્વારા અન્ય આરોપીને મળેલ જામીન પેરીટીનો લાભ આપવા રજુઆત કરવામાં આવી હતી પરંતુ સરકારી વકીલે તેઓ વિરોધ કરતા કોર્ટે સત્કારી વકીલની દલીલ માન્ય રાખી જામીન ન આપવા નિર્ણય કર્યો છે. તા.26 ફેબ્રુઆરી 2026ના રોજ કોઠારિયા સોલવન્ટ પ્લાન્ટ નજીક આવેલી કે.જી.એન. શોપ પર મોબાઈલ પરત આપવાના મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીઓ મહેશ પરેશા, હરેશ પરેશા, ઈમરાન કાદરી અને રાહુલ પરેશાએ ફરીયાદી તથા અન્ય વ્યક્તિઓ સાથે મારામારી કરી હતી દરમિયાન લાકડાના ધોકાથી થયેલા હુમલામાં હૈદરભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું અને બનાવ અંગે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવામાં આવતા આરોપી દ્વારા જેલમાંથી મુક્ત થવા જામીન અરજી દાખલ કરી હતી જેની સામે સરકારી વકીલે વિરોધ નોંધાવી દલીલ કરી હતી કે હાલનો આરોપી મુખ્ય હુમલાખોર છે અને બનાવના નજરે જોનારા સાક્ષીઓ ઉપરાંત સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે તેમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ મોતનું કારણ બ્લન્ટ ઓબ્જેક્ટથી થયેલી ગંભીર ઈજા હોવાનું સામે આવ્યું છે તેમજ બનાવમાં વપરાયેલ લાકડાનો ધોકો પણ આરોપી પાસેથી કબજે કરવામાં આવ્યો છે. અન્ય સહ-આરોપીઓને મળેલા જામીનના આધારે હાલના આરોપીને પેરીટીનો લાભ મળી શકે નહીં, કારણ કે તેની ભૂમિકા સૌથી ગંભીર છે. ઉપરાંત આરોપી સામે અગાઉના છ ગુના નોંધાયેલા હોવાથી તેનો ગુનાહિત ઈતિહાસ કોર્ટે ધ્યાનમાં લેવા દલીલમાં જણાવાયું હતું. પોલીસ કાગળ, મેડિકલ પુરાવા, આરોપીની ભૂમિકા, ગુનાની ગંભીરતા, ગુનાહિત ઈતિહાસ તેમજ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઈ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી રાહુલ મનુભાઈ પરેશાની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરી છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ રોકાયેલ હતા.
    Click here to Read More
    Previous Article
    અમરેલી-દલખાણીયા રેન્જમાંથી સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો:મોતનું કારણ PM રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે, સ્થાનિક રેન્જ ફોરેસ્ટર અધિકારી સામે સવાલ, કલાકો પછી પહોંચી RFO ટીમ
    Next Article
    સિંહબાળની હત્યાનો ફરાર આરોપી ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ:વન વિભાગની ત્રણ ટીમોએ રાતોરાત ઓપરેશન પાર પાડ્યું, કુતિયાણાથી ‘બાવન ચાવડા’ની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment