Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ખેતરના રસ્તાના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું:અથડામણમાં એકનું મોત, બે ગંભીર ઘાયલ; પોલીસ તપાસ શરૂ

    4 days ago

    ગોધરા તાલુકાના કોટડા ગામે ખેતરના રસ્તા પર ઝાડ હટાવવા બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અથડામણમાં એક પ્રૌઢનું મોત થયું છે, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના કોટડા ગામમાં ખેતર જવાના રસ્તા પર અડચણરૂપ ઝાડ હટાવવા મુદ્દે બે ખેડૂત પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં તે હિંસક અથડામણમાં પરિણમ્યો હતો. ઉશ્કેરાયેલા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે સામા પક્ષ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 45 વર્ષીય માસુકભાઈ પ્રતાપભાઈ બારીયાને ધારિયા વડે ઉપરાછાપરી ઘા મારવામાં આવ્યા હતા. માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં માસુકભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમને બચાવવા વચ્ચે પડેલા તેમના બે ભત્રીજાઓ, શૈલેષ સોમાભાઈ બારિયા અને વિક્રમ સોમાભાઈ બારિયા, પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલાખોરોએ તેમના માથાના ભાગે પણ ધારિયાના ઘા માર્યા હતા. ઘટના બાદ આસપાસના લોકો એકઠા થયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગોધરા તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક કોટડા ગામે પહોંચી ગયો હતો. પોલીસે ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હુમલાખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં 1.51 કરોડની લૂંટમાં ઘટસ્ફોટ, એરફોર્સ અધિકારી નીકળ્યો લૂંટારો:પિસ્તોલ જોઈ PIને લાઇટ થઈ, જામનગરનો એ કેસ લઈ ગયો આરોપી સુધી, ગુજરાતથી દિલ્હી-હરિયાણા સુધી કનેક્શન નીકળ્યા
    Next Article
    કલોલના ગાયત્રી મંદિર પાસે જુગાર રમતાં નવ શખસ ઝડપાયા:રૂ. 2.78 લાખનો મુદ્દામાલ જપ્ત, જુગાર અડ્ડા પર એલસીબીનો સપાટો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment