Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં 1.51 કરોડની લૂંટમાં ઘટસ્ફોટ, એરફોર્સ અધિકારી નીકળ્યો લૂંટારો:પિસ્તોલ જોઈ PIને લાઇટ થઈ, જામનગરનો એ કેસ લઈ ગયો આરોપી સુધી, ગુજરાતથી દિલ્હી-હરિયાણા સુધી કનેક્શન નીકળ્યા

    4 days ago

    બે વર્ષ પહેલા અમદાવાદના માણેકચોકમાં વેપારીના પગ પર ગોળી મારીને ₹1.51 કરોડની લૂંટ ચલાવનાર એરફોર્સના અધિકારીની ઝોન 3 LCBની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી એરફોર્સના ટેકનિકલ યુનિટમાં ફરજ બજાવે છે, જેના કારણે તેને તમામ ટેકનિકલ બાબતો અને પોલીસની ગતિવિધિઓથી જાણકાર હોવાના કારણે ખૂબ જ સાવચેતીપૂર્વક લૂંટ કરી હતી. લૂંટ કર્યા બાદ બે કિલોમીટર વિસ્તારમાં સાતથી આઠ વખત રિક્ષાઓ બદલી અને કપડાઓ બદલીને ફરાર થઈ ગયો હતો. જામનગરમાં થયેલા પિસ્તોલની ચોરીના ગુના પરથી આ ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. વેપારીને પગમાં ગોળી મારી 1.51 કરોડની લૂંટ કરી હતી ઝોન 3 ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે, માણેકચોક વિસ્તારમાં 16 જુલાઈ 2024ના રોજ પતાસાની પોળમાં વેપારીની દુકાનમાં બપોરે લાલ ટોપી અને મોઢે રૂમાલ બાંધી આવેલા એક શખ્સે વેપારીને પગમાં ગોળી મારી રૂ. 1.51 કરોડની લૂંટ કરી હતી. જે અંગે ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. છેલ્લા બે વર્ષથી આ ગુનાનો ભેદ ઉકેલાયો ન હતો. જેને લઈને ખાડિયા પોલીસ અને LCBની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. જામનગરમાં પિસ્તોલની ચોરી ને અમદાવાદ લૂંટમાં PIને શંકા ગઈ ખાડીયા પીઆઈ લંગારિયા દ્વારા જુના ગુનાઓને ઉકેલવાને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે લૂંટમાં જે પિસ્તોલ વપરાઈ હતી તે પિસ્તોલ વર્ષ 2024માં જ જામનગરમાં એરફોર્સના નિવૃત્ત અધિકારીના ઘરમાંથી પિસ્તોલ અને રાઉન્ડ સહિતની ઘરફોડ ચોરી થઈ હતી. એક જ જેવી લાગતી હોવાનું જોવા મળ્યું હતું. ખાડિયા પી.આઈ જામનગર LCBમાં ફરજ બજાવીને અમદાવાદ આવેલા હોવાથી તેમને આ અંગે ઊંડાણપૂર્વક જાણકારી હતી. જેથી તેના આધારે તેમણે તપાસ કરવામાં આવી હતી. એર કમાન્ડિંગ ઓફિસર દિપકની દિલ્લીથી ધરપકડ એક જ જેવી પિસ્તોલ અને લૂંટને લઈને તપાસ કરતા મૂળ હરિયાણાના અને હાલમાં દિલ્હી ખાતે એરફોર્સમાં ફરજ બજાવનારા એર કમાન્ડિંગ ઓફિસર દિપક બુકેર (ઉ.વ.31)ની પંડોણી હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને પોલીસ દ્વારા દિલ્હીમાં એરફોર્સના અધિકારી સાથે વાતચીત કરી અને ઘરની જડતી કરતા લૂંટમાં વપરાયેલી પિસ્તોલ અને રાઉન્ડ પણ મળી આવ્યા હતા. નિવૃત અધિકારી સાથે બબાલ ને એના ઘરમાંથી ચોરી કરી આરોપી દીપકને ધરપકડ કરી અમદાવાદ લાવી પૂછપરછ કરતા જામનગર એરફોર્સ ખાતે વર્ષ 2017 થી 2024 દરમિયાન તેણે ફરજ બજાવી છે અને નિવૃત્ત અધિકારી સાથે પૈસાની લેવડદેવડમાં પણ તેની વિરુદ્ધ એક ગુનો નોંધાતા એક વર્ષની સજા થઈ હતી અને તેના ગુસ્સામાં નિવૃત્ત અધિકારીના ઘરમાંથી જ ચોરી કરી હતી. સટ્ટાથી દેવું થયું ને લૂંટનો પ્લાન ઘડ્યો આરોપી દિપકને સટ્ટો રમવાની ટેવ હોવાથી દેવું થઈ ગયું હતું, જેના કારણે તેણે લૂંટ કરવાનો વિચાર કર્યો હતો અને જામનગરમાં નોકરી કરી ચૂક્યો હોવાથી તેણે અમદાવાદના માણેકચોકનું નામ સાંભળ્યું હતું. જેથી વર્ષ 2024માં જુલાઈ મહિનામાં 16 જુલાઈના બે દિવસ પહેલા અમદાવાદ આવ્યો હતો અને હોટલમાં રોકાયો હતો. આરોપીએ હાથમાં પટ્ટી વીંટાળી લૂંટ કરી હતી તેણે પોતાની ઓળખ છુપાવવા હોટલમાં રહેવા માટે ખોટા આધારકાર્ડ તેમજ મોબાઈલ નંબરનો ઉપયોગ કરતો હતો. ગુનાના સ્થળે પોતાના ફિંગરપ્રિન્ટ ન આવે તે હેતુથી તેણે હાથની આંગળીઓ પર પટ્ટી વીંટાળી હતી. એરફોર્સની નોકરીના કારણે તે હથિયાર અને ફાયરિંગ કરવાથી સારી રીતે વાકેફ હતો. લૂંટ બાદ 2 કિમીમાં અનેક વાહનો બદલ્યા માણેકચોકમાંથી લૂંટ કર્યા બાદ 2 કિલોમીટર વિસ્તારમાં જ તે અલગ અલગ વાહનોમાં પેસેન્જર તરીકે બેસીને ભાગી ગયો હતો. એટલે કે સાત રિક્ષા બદલી હતી. એટલું જ નહીં રસ્તામાં પોતાના કપડાં પણ બદલી નાખ્યા હતા. ટેકનિકલ બાબતોનો ખૂબ જ સારી રીતે જાણકાર હોવાના કારણે પોતે કોઈપણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો ન હતો. આરોપીની દિલ્લીથી પોલીસે ધરપકડ કરી આરોપીને તેણે પોતાનો મોબાઇલ પણ પત્નીને આપી દીધો હતો અને લૂંટ કર્યા બાદ તાત્કાલિક હરિયાણા ભાગી ગયો હતો. જ્યારે કોઈપણ વાતચીત કરવા માટે તેને જરૂરિયાત ઊભી થતી હતી તો કોઈ બીજાના ફોનનો ઉપયોગ કરતો હતો. આરોપીને દિલ્લીથી ધરપકડ કરી તેની પાસેથી લૂંટમાં વપરાયેલી પિસ્તોલ સહિતનો મુદામાલ કબજે કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર પોલીસે માદક પદાર્થ વિરોધ દિવસ ઉજવ્યો:જાગૃતિ માટે સાયકલ રેલી યોજી, યુવાનોને સંદેશ આપ્યો
    Next Article
    ગોધરામાં ખેતરના રસ્તાના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું:અથડામણમાં એકનું મોત, બે ગંભીર ઘાયલ; પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment