Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર પોલીસે માદક પદાર્થ વિરોધ દિવસ ઉજવ્યો:જાગૃતિ માટે સાયકલ રેલી યોજી, યુવાનોને સંદેશ આપ્યો

    4 days ago

    સુરેન્દ્રનગર પોલીસે ૨૬ જૂન, માદક પદાર્થ વિરોધ દિવસ નિમિત્તે જાગૃતિ લાવવા સાયકલ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ્સના દુષણ સામે સમાજ અને ખાસ કરીને યુવાનોમાં જાગૃતિ ફેલાવવાનો હતો. આ સાયકલ રેલી સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકથી શરૂ થઈ હતી. તે ટાંકી ચોક થઈને પરત સીટી એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી. ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફે આ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સુરેન્દ્રનગરના ડીવાયએસપી પાર્થ પરમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે આ રેલીનું આયોજન કરાયું છે. તેમણે ડ્રગ્સના દુષણથી સમાજ અને યુવાનોને થતા નુકસાન અંગે જાગૃતિ લાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ડીવાયએસપી પરમારે વધુમાં ઉમેર્યું હતું કે, ડ્રગ્સના સેવનથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. યુવાનોએ આ દુષણથી દૂર રહીને પ્રગતિશીલ ભવિષ્ય તરફ ધ્યાન આપવું જોઈએ તેવો સંદેશ આ રેલી દ્વારા આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Taapsee Pannu crushes 275 burpees, 200 sit ups and more in 60 minutes
    Next Article
    અમદાવાદમાં 1.51 કરોડની લૂંટમાં ઘટસ્ફોટ, એરફોર્સ અધિકારી નીકળ્યો લૂંટારો:પિસ્તોલ જોઈ PIને લાઇટ થઈ, જામનગરનો એ કેસ લઈ ગયો આરોપી સુધી, ગુજરાતથી દિલ્હી-હરિયાણા સુધી કનેક્શન નીકળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment