Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલના ગાયત્રી મંદિર પાસે જુગાર રમતાં નવ શખસ ઝડપાયા:રૂ. 2.78 લાખનો મુદ્દામાલ જપ્ત, જુગાર અડ્ડા પર એલસીબીનો સપાટો

    4 days ago

    ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કલોલ શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલા અભુજીના પરામાં દરોડો પાડીને ખુલ્લી જગ્યામાં લીમડાના ઝાડ નીચે ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા નવ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને ગંજીપાના સહિત કુલ રૂ. 2.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લીમડાના ઝાડ નીચે જુગારધામ ધમધમી રહ્યું હતું ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી.બી. વાળાની ટીમ કલોલ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમ્યાન બાતમી મળી હતી કે, ગાયત્રી મંદિર પાસે આવેલા અભુજીના પરામાં દરોડો પાડીને ખુલ્લી જગ્યામાં લીમડાના ઝાડ નીચે જુગારધામ ધમધમી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે રેઇડ પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે તમામ 9 શખસોને કોર્ડન કરીને સ્થળ પર જ દબોચી લીધા હતા. 9 શખસોને કોર્ડન કરીને સ્થળ પર જ દબોચી લીધા જેમની પૂછતાછ કરતાં તેમણે પોતાના નામ અભુજી પરૂ ખાતે રહેતા અરવિંદજી રમેશજી મંગાજી ઠાકોર, ચિંતનજી ઉર્ફે કેતન પોપટજી જોઇતાજી ઠાકોર, આકાશજી મહેશજી રામાજી ઠાકોર, કિશનજી રાજુજી રામસંગજી ઠાકોર, રાજેશજી કાળાજી બાદરજી ઠાકોર અને લાલાજી બાબુજી વરસંગજી ઠાકોર, પ્રતાપપુરા ગામના પટેલવાસમાં રહેતો બ્રિજેશ દિનેશભાઈ વિરચંદદાસ પટેલ અને ધર્મેન્દ્ર ગોવિંદભાઈ મંગળદાસ પટેલ તેમજ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વણસોલ ગામના મહાદેવવાળા વાસમાં રહેતો વિષ્ણુજી રઇજીજી વશરાજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું. iPhone સહિત 2.78 લાખનો મુદ્દામાલ જપ્ત આ અંગે પોલીસે કહ્યું કે, આરોપીઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ 70,100ની રોકડ રકમ રિકવર કરી છે. આ ઉપરાંત તેમની પાસેથી રૂ.2,08,000ની કિંમતના 9 નંગ મોબાઈલ ફોન મળી આવ્યા છે. જેમાં જુગારી બ્રિજેશ પટેલ પાસેથી 1,00,000ની કિંમતનો iPhone 17 Pro અને ધર્મેન્દ્ર પટેલ પાસેથી 70,000ની કિંમતનો Samsung Galaxy S25 અલ્ટ્રા ફોન જપ્ત કરાયો છે. બાકીના આરોપીઓ પાસેથી વિવો અને રેડમી કંપનીના ફોન તથા 52 નંગ ગંજીપાના મળીને કુલ રૂ.2.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ખેતરના રસ્તાના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું:અથડામણમાં એકનું મોત, બે ગંભીર ઘાયલ; પોલીસ તપાસ શરૂ
    Next Article
    Rajkot Mineral Water Cost Live | રાજકોટ: જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ મામલે વધુ એક ઘટસ્ફોટ | Demolition

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment