Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢમાં પાણી પુરવઠા કર્મચારીઓની હડતાળ, કામગીરી ઠપ:માંગણીઓ ન સંતોષાતા નગરમાં પાણી પુરવઠો ખોરવાયો

    2 days ago

    સોનગઢ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. ૨૬ જૂન, ૨૦૨૬ના રોજ શરૂ થયેલી આ હડતાળના કારણે નગરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેનાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં પેન્ડિંગ પગાર વધારાના પ્રશ્નો અને બાકી લેણાંની તાત્કાલિક ચુકવણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વર્ષોથી ફરજ બજાવતા હંગામી અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને કાયમી કરવા, સુરક્ષા સાધનો, વીમો અને અન્ય પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા તેમજ કામના ભારણ મુજબ મહેનતાણું અને કામના કલાકો નક્કી કરવાની પણ તેમની માંગ છે. આજે સવારે ચીફ ઓફિસર અને ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે કર્મચારી પ્રતિનિધિમંડળની બેઠક યોજાઈ હતી. જોકે, આ બેઠકમાં કોઈ નક્કર નિર્ણય કે લેખિત બાંહેધરી ન મળતા વાટાઘાટો નિષ્ફળ રહી હતી. વાટાઘાટો નિષ્ફળ જતાં, કર્મચારીઓએ જ્યાં સુધી તેમની માંગણીઓનો લેખિત સ્વીકાર ન થાય ત્યાં સુધી કામથી અળગા રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. દરમિયાન, પાણીની ગંભીર કટોકટી ટાળવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર સુખદેવસિંહ વનાર દ્વારા તાત્કાલિક ધોરણે અન્ય કર્મચારીઓને બોલાવીને પાણી પુરવઠાની વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. નિયમિત કર્મચારીઓને બદલે અન્ય સ્ટાફ દ્વારા પાણી ચાલુ કરાવી તંત્રએ રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. આમ છતાં, કર્મચારીઓનું આંદોલન અને તંત્ર વચ્ચેનો સંઘર્ષ યથાવત છે. ચીફ ઓફિસર નગરપાલિકા દ્વારા આ બાબતે કાયમી ઉકેલ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જેથી જનતાને લાંબા સમય સુધી પાણીની હાલાકી ભોગવવી ન પડે.
    Click here to Read More
    Previous Article
    પેરુની પહેલી મહિલા રાષ્ટ્રપતિ, 19 વર્ષની ઉંમરે જવાબદારી સંભાળી:અભ્યાસ છૂટ્યો, જેલમાં ગઈ અને બંકરમાં રાતો વિતાવી, કેઇકોએ પાર્ટીને વિખેરવા ન દીધી
    Next Article
    રસોડાના ભોંયરામાંથી લાખોનો દારૂ નીકળ્યો,VIDEO:ઝોન-3 LCB પોલીસને એક-એક બોટલ કાઢતા પરસેવો છુટ્યો, એક ઝડપાયો એક વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment