Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસોડાના ભોંયરામાંથી લાખોનો દારૂ નીકળ્યો,VIDEO:ઝોન-3 LCB પોલીસને એક-એક બોટલ કાઢતા પરસેવો છુટ્યો, એક ઝડપાયો એક વોન્ટેડ

    2 days ago

    આજ કાલ શહેરમાં દારૂનો વેપલો ચલાવવા માટે બુટલેગરો અવનવા કીમિયા અપનાવી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર LCB ઝોન-3ની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઘરમાં ગુપ્ત ભોંયરુ બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરતા હતા. જેની બાતમીના આધારે રેડ કરતા 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. રસોડાના ભોંયરામાંથી દારૂની 322 બોટલ મળી LCB ઝોન 3ને મળેલી બાતમી આધારે શહેરના વાઘોડિયા રોડ પર આવેલી જાનકી ડુપ્લેક્ષ સોસાયટીમાં રેડ કરી હતી. પોલીસે જ્યારે આરોપીના મકાનમાં દરોડો પાડ્યો ત્યારે ઘરમાં બનાવેલા એક ગુપ્ત ભોયરામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ 24 બ્રાન્ડની કુલ 322 બોટલો મળી આવી હતી. પોલીસે આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એકને પોલીસે ઝડપ્યો, એક ફરાર પોલીસે કરેલી કાર્યવાહીમાં ઝડપાયેલ આરોપી શૈલેષભાઈ કહાર (ઉં.વ. 44), રહેવાસી- એ/11 જાનકી ડુપ્લેક્ષ સોસાયટી, ડી-માર્ટ પાછળ, વાઘોડિયા રોડ, વડોદરા શહેર)ને ઝડપી પડ્યો હતો. આ કાર્યવાહીમાં ચેતન કહાર (રહેવાસી- સ્લમ ક્વાટર્સ, નાલંદા પાણીની ટાંકી પાસે, આજવા રોડ, વડોદરા શહેર)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આરોપી પાસેથી કુલ રૂપિયા 3,37,084 લાખના મુદ્દામાલ સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સોનગઢમાં પાણી પુરવઠા કર્મચારીઓની હડતાળ, કામગીરી ઠપ:માંગણીઓ ન સંતોષાતા નગરમાં પાણી પુરવઠો ખોરવાયો
    Next Article
    ભરતનગર, વરતેજ, ઘોઘા રોડ જુગારના અડ્ડા પર પોલીસની રેડ:પાંચ સ્થળેથી 25 જુગારીઓને ઝડપ્યા, ₹80, 560નો મુદ્દામાલ જપ્ત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment