Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોમી એકતા સાથે મોહરમ પર્વની પરંપરાગત ઉજવણી:નવાબીકાળની ચાંદીની સેજના દર્શને હિન્દુ-મુસ્લિમો ઉમટ્યા, પોલીસ તંત્રનો ચુસ્ત બંદોબસ્ત

    12 hours ago

    ​ઈસ્લામ ધર્મના તહેવાર મોહરમની જૂનાગઢમાં પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે. આ તહેવારનું ધાર્મિક સાથે ઐતિહાસિક અને હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક તરીકે ખૂબ મોટું મહત્વ છે. વર્ષો પહેલા નવાબે બનાવી આપેલી ચાંદીની સેજ પડમાં આવતા હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહમદ પયગંબરના દોહિત્ર ઇમામ હુસેન અને તેમના 72 પરિવારજનોએ સત્ય અને ધર્મના યુદ્ધમાં શહીદી વહોરી હતી. 10 ઓક્ટોબર 680ના રોજ ઈરાકના કરબલામાં આ યુદ્ધ થયું હતું. તે ઘટનાની યાદમાં સમગ્ર વિશ્વના મુસ્લિમો મહોરમની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે છે, ત્યારે જૂનાગઢમાં વિશિષ્ટ રીતે આ પર્વ ઉજવાય છે. નવાબના સમયની ચાંદીની સેજનું ઐતિહાસિક મહત્વ જૂનાગઢમાં સેજ સૈયદ પરિવાર દ્વારા બનાવવામાં આવી હતી અને જેમાં જૂનાગઢના નવાબે મન્નત રાખી હતી. એ ચાંદીની સેજ વર્ષો પહેલા જૂનાગઢના નવાબના સમયમાં બની હતી. નવાબની માનેલી માનતા પૂર્ણ થતાં તેમણે ચાંદીની સેજ સૈયદ પરિવારને બનાવી આપેલી અને આજે પણ આ ચાંદીની સેજનું ઐતિહાસિક મહત્વ છે. મોહરમના નવમા દિવસે સેજ પડમાં આવતા મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ આ ચાંદીની સેજના દર્શન કરવા ઉમટી પડે છે જેમાં કોમી એખલાસભર્યું વાતાવરણ જોવા મળે છે. ​હિંદુ-મુસ્લિમ બહેનો બેડામાં દૂધ ભરીને સાત ચક્કર લગાવે હજરત ઇમામ હુસેન અને તેના નિર્દોષ 72 જેટલા પરિવારજનોના શહીદીની યાદમાં મુસ્લિમો કોમી એકતાનો સંદેશ આપે છે. જૂનાગઢના સૈયદ પરિવારને વર્ષો પહેલા નવાબની મન્નત પૂર્ણ થતા ચાંદીની સેજ બનાવડાવી આપી હતી. આ ચાંદીની સેજ પડમાં આવતા સેજના ઓટા તરીકે ઓળખાતા વિસ્તારના ચાર ચોકમાં સાત ચક્કર લગાવે છે અને આ ચાંદીની સેજ પાછળ હિંદુ મુસ્લિમ બહેનો બેડામાં દૂધ ભરીને સાત ચક્કર લગાવે છે. નવાબીકાળથી ચાલી આવતી પરંપરા આજે પણ જીવંત ફક્ત દૂધ જ નહીં પરંતુ જુદી જુદી બાધાઓ લોકો અહીં રાખતા હોય છે અને દર મહોરમના નવમા દિવસે સેજ જ્યારે પડમાં આવે ત્યારે લોકો તેમની બાધા પૂર્ણ કરવા અહીં આવી પહોંચે છે. સેજ પડમાં આવતા હિન્દુ-મુસ્લિમ સમાજની બહેનો તેમની બાધા પૂર્ણ કરવા અહીં આવી પહોંચી હતી અને સાથે ચાંદીની સેજના દર્શન કર્યા હતા. નવાબીકાળથી ચાલી આવતી પરંપરા આજે પણ જીવંત છે. ​જૂનાગઢ પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું હતું મોહરમના તહેવારને લઈને જૂનાગઢ પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ તહેવારની ઉજવણી થાય તેને લઈ જિલ્લામાં ડીવાયએસપી, PI, PSI અને પોલીસ જવાનો મોહરમ તહેવારના બંદોબસ્તમાં ખડે પગે રહેશે. આ બંદોબસ્ત દરમિયાન પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરા, સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવશે. શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ તહેવારની ઉજવણી થાય તેને લઈ જિલ્લા પોલીસની ટીમ દ્વારા સતત બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. મોહરમના નવમા દિવસે ચાંદીની સેજ પળમાં આવતી હોય છે અને સાથે તાજીયા પણ પળમાં આવતા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો દર્શન કરવા આવી પહોંચે છે. 'ઇમામ હુસૈનની યાદમાં તાજીયા બનાવીએ છીએ' ​આ અંગે દાદુભાઈ દરબારે જણાવ્યું હતું કે ઇમામ હુસૈનની યાદમાં તાજીયા બનાવીએ છીએ. 10 દિવસ ન્યાઝ કરીએ છીએ, છબીલ કરીએ છીએ. મોહરમની 9મી તારીખે તાજીયા બેસાડીએ છીએ અને 10 મી તારીખે કરબલામાં દફન કરીએ છીએ. બધા શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને નારિયેળ વધારે છે. 'લોકો મોતીને સેજ ઉપર આવીને શોધે છે' સેજના ગાદીપતિ સૈયદ અશરફ જિલાની કાદરીએ જણાવ્યું હતું કે અહીં જૂનાગઢમાંથી જે સેજ નીકળે છે, તે અંદાજે 300 વર્ષથી નીકળે છે. આ સેજ અમારા દાદા સૈયદ ખલફશાહ... એમણે ઇમામ હુસૈન પાકની યાદમાં બનાવી હતી. આ સેજમાં ઇમામ કાસિમ અલૈહિસ્સલામના સેહરા છે અને જે મોતી છે, લોકો અકીદતથી એ મોતીને અહીંયા સેજ ઉપર આવીને શોધે છે. બધા હિન્દુ-મુસલમાન કોમી એકતાથી આ સેજનો મોહરમનો જે ઇમામ હુસૈનનો ગમ છે, તે બધા સાથે મળીને મનાવે છે અને બધાની મુરાદો પૂરી થાય છે. આસપાસના લોકો દૂધના બેડાઓ લઈને આવે છે. આ રીતે સેજ 9મી મોહરમના દિવસે માતમ ઉપર આવેલ છે. '​ઇમામ હુસૈને સચ્ચાઈ માટે કુરબાની આપી' હિંદુ સમાજના અગ્રણી બટુક મકવાણાએ જણાવ્યું હતું કે આજે સેજના ઓટામાં હુસૈન અને સેજ પડમાં આવેલી છે. જૂનાગઢમાં હિન્દુ બહેનો પણ માથે પોતાની માનતા પૂરી કરવા માટે દૂધ લઈને આવે છે. હિન્દુ-મુસ્લિમની જૂનાગઢની જે પરંપરા છે, તે આ સેજની અંદર પણ દેખાય છે. ઇમામ હુસૈનનું મહત્વ એટલું બધું છે કે તે ફક્ત મુસ્લિમ પૂરતું સીમિત નથી. દુનિયાના મહાન લેખકો, મહાન ક્રાંતિકારી અને અન્યાય સામે લડનાર મેક્સિમ ગોર્કી, નેલ્સન મંડેલા, ગાંધીજી જેવા અન્ય માણસોએ પણ હુસૈનની કુરબાનીને આવકારી છે અને એમાંથી પ્રેરણા લીધી છે કે ઇમામ હુસૈને જે સચ્ચાઈ માટે કુરબાની આપી છે, તે કુરબાનીને કાયમ ચાલતી રાખે. જૂનાગઢની અંદર પણ 'કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ' કાર્યરત છે, જેના 350 થી વધુ મેમ્બર છે. આ સમિતિ હિન્દુના તહેવાર હોય, મુસ્લિમના તહેવાર હોય કે દેશની અખંડિતતા હોય, ત્યારે સાથે મળીને કાર્ય કરે છે. મોહરમની અંદર તમામ તાજીયા અને છબીલોની સરકાર તરફથી પરમિટો સમયસર કાઢી દેવી અને કાયદો તથા વ્યવસ્થા જળવાય તે માટે સરકારી વહીવટતંત્ર સાથે મળીને આ તહેવાર ઉજવાય તેવું કાર્ય આ સમિતિ કરે છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 131 આદિવાસી દીકરીઓના સમૂહલગ્ન:'એક પેડ આદિવાસી કે નામ' થીમ પર આયોજન કરાયું
    Next Article
    સાબરકાંઠામાં 1.70 લાખથી વધુ બાળકોને પોલિયો રસી અપાશે:28 થી 30 જૂન સુધી બાળ લકવા નાબૂદી અભિયાન ચાલશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment