Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 131 આદિવાસી દીકરીઓના સમૂહલગ્ન:'એક પેડ આદિવાસી કે નામ' થીમ પર આયોજન કરાયું

    1 day ago

    પાટણમાં આદિવાસી ભીલ ગુજરાત સંગઠન અને પાટણ ભીલ સમાજના સહયોગથી 131 આદિવાસી યુગલોના સમૂહલગ્ન યોજાયા હતા. આ પ્રથમવાર આયોજિત સમૂહલગ્નોત્સવ પ્રકૃતિ, પર્યાવરણ અને આદિવાસી સંસ્કૃતિના સમન્વય સાથે અનોખી થીમ પર આધારિત હતો. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા પરિવારોને સામાજિક મદદ પૂરી પાડવાનો અને સમાજમાં એકતા લાવવાનો હતો. આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના પ્રમુખ વિપુલ રાણાએ જણાવ્યું હતું કે, સમૂહલગ્નમાં જોડાયેલા તમામ યુગલોને વિનામૂલ્યે લગ્ન કરાવી આપવામાં આવ્યા હતા, જેમાં માત્ર એક રૂપિયો ટોકન ફી તરીકે લેવામાં આવ્યો હતો. આ લગ્નોત્સવ પાટણના સૂર્યનગર ભીલવાસ, સુજનીપુર સબજેલ રોડ પર યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભોજન, સ્ટેજ, પાર્કિંગ, ચોરી અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત કુલ 18 જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ સમૂહલગ્ન 'એક પેડ આદિવાસી કે નામ' નામની પ્રકૃતિલક્ષી થીમ પર આધારિત હતા. લગ્નવિધિ આદિવાસી સમાજના બ્રાહ્મણ 'પૂજારા' દ્વારા આદિવાસી સંસ્કૃતિ અને પ્રાકૃતિક પરંપરા અનુસાર સંપન્ન કરવામાં આવી હતી. આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા માટે ઝારખંડ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી ખાસ ટ્રાઇબલ નૃત્ય અને વાજિંત્રોની ટીમોએ પણ પાટણમાં આવીને તેમની સાંસ્કૃતિક ઝલક રજૂ કરી હતી. આ લગ્નોત્સવમાં કુલ 131 યુગલોએ ભાગ લીધો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના 57, બનાસકાંઠાના 36 અને પાટણના 20 યુગલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાજસ્થાનના માઉન્ટ આબુના 5 યુગલો તેમજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાંથી પણ આદિવાસી પરિવારો જોડાયા હતા. આયોજકો દ્વારા તમામ વર-વધૂને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કરિયાવરમાં ભેટ તરીકે આપવામાં આવી હતી. આ ઉપરાંત, આવવા-જવાની વાહન વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી હતી. તમામ યુગલોને ભારતીય બંધારણનું પુસ્તક આપીને બંધારણીય હકો વિશે માર્ગદર્શન આપવામાં આવશે કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. આ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓ, સિધ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપુત, એસપીજી ગ્રુપ ના લાલજી પટેલે, આયોજક વિપુલ રાણા, એજીએસ પ્રમુખ વિપુલ રાણા, પાટણ જિલ્લા પ્રમુખ દશરથ ભીલ, પ્રદેશ ઉપપ્રમુખ મફતલાલ ભીલ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ પલ્લવીબેન ભીલ, શિક્ષણ સમિતિના શોભાબેન ભીલ, જિલ્લા પ્રવક્તા વિજયભાઈ, જિલ્લા ખજાનચી નવીન ભીલ, જિલ્લા પ્રમુખ દિનેશભાઈ અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બડનગરમાં ફટાકડાથી વેનમાં બ્લાસ્ટ કર્યો હતો:'ફિર આ ગયે' કેમ લખ્યું, વિસ્ફોટનો હેતુ શું; ATS અને ફોરેન્સિક ટીમ સુરાગ શોધી રહી છે
    Next Article
    કોમી એકતા સાથે મોહરમ પર્વની પરંપરાગત ઉજવણી:નવાબીકાળની ચાંદીની સેજના દર્શને હિન્દુ-મુસ્લિમો ઉમટ્યા, પોલીસ તંત્રનો ચુસ્ત બંદોબસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment