Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં 1.70 લાખથી વધુ બાળકોને પોલિયો રસી અપાશે:28 થી 30 જૂન સુધી બાળ લકવા નાબૂદી અભિયાન ચાલશે

    11 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં 28 થી 30 જૂન દરમિયાન બાળ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત પોલિયો રસીકરણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ અભિયાન હેઠળ 0 થી 5 વર્ષ સુધીના 1.70 લાખથી વધુ બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપાં પીવડાવવામાં આવશે. 28 જૂનથી શરૂ થતા આ IPPI કાર્યક્રમમાં જિલ્લાના 8 તાલુકાના 50 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 6 શહેરી આરોગ્ય કેન્દ્રોના વિસ્તારોને આવરી લેવાયા છે. બાળકોને રસી આપવા માટે સમગ્ર જિલ્લામાં કુલ 878 પોલિયો રસીકરણ બુથ અને 34 ટ્રાન્ઝિટ પોઇન્ટ કાર્યરત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કુલ 3472 આરોગ્ય કર્મચારીઓ અને સ્વયંસેવકોની ટીમો તૈનાત કરાઈ છે. 1756 ટીમો દ્વારા પોલિયો બુથ ઉપરાંત ઘરેઘર જઈને પણ રસીકરણ કામગીરી હાથ ધરાશે. જિલ્લા લાયઝન અધિકારીઓ સાથે 173 સુપરવાઇઝરો દ્વારા સમગ્ર અભિયાનનું સઘન મોનિટરિંગ અને સુપરવિઝન કરાશે. અભિયાનના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે રાજ્ય અને જિલ્લા સ્તરે બેનર્સ, સ્ટિકર્સ અને માઇક દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવાઈ રહ્યું છે. જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયા આ અભિયાનનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે, જેથી 0 થી 5 વર્ષનો એકપણ બાળક પોલિયો રસીથી વંચિત ન રહે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ માતા-પિતાને તેમના બાળકોને નજીકના પોલિયો બુથ પર લઈ જઈને રસી અપાવવા અને બાળલકવા જેવી ગંભીર બીમારીથી સુરક્ષિત કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કોમી એકતા સાથે મોહરમ પર્વની પરંપરાગત ઉજવણી:નવાબીકાળની ચાંદીની સેજના દર્શને હિન્દુ-મુસ્લિમો ઉમટ્યા, પોલીસ તંત્રનો ચુસ્ત બંદોબસ્ત
    Next Article
    સિંહના હુમલામાં માર્યા ગયેલા બાળકના પરિવારને વનમંત્રી મળ્યા:ચતુરી ગામમાં દાદાની આંગળી પકડી જતાં જીયાનનો સાવજે શિકાર કર્યો હતો, પરિવારને મોઢવાડિયા સાંત્વના પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment