Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહના હુમલામાં માર્યા ગયેલા બાળકના પરિવારને વનમંત્રી મળ્યા:ચતુરી ગામમાં દાદાની આંગળી પકડી જતાં જીયાનનો સાવજે શિકાર કર્યો હતો, પરિવારને મોઢવાડિયા સાંત્વના પાઠવી

    12 hours ago

    અમરેલી જિલ્લામા વધતાજતા માનવ મૃત્યુના કિસા સામે આવતા રાજય સરકાર સુધી ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે ગઈ કાલે બનેલ ખાંભા તાલુકાના ચતુરી ગામમાં બાળક પર સિંહ દ્વારા હુમલો કર્યા બાદ મોત નિપજતા સરકાર એક્શનમાં આવી છે રાજય સરકારના મુખ્યમંત્રીએ સૂચના આપતા વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા,ધારાસભ્ય જેવી કાકડીયા,પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર,ગાંધીનગર PCCF જયપાલ સિંહ,જૂનાગઢ CF રામ રતન નાલા,DCF વિકાસ યાદવ સહિત સીનયર અધિકારીઓ કર્મચારીઓએ મૃતકોના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઈને સાંત્વના સાંત્વના પાઠવી હતી. વનવિભાગના વરિષ્ઠ અગ્રણીઓને તકેદારી રાખવા માટે સૂચના આપવામા આવી છે. વન્યજીવ અને લોકસુરક્ષાની ફોરેસ્ટકર્મીઓ સૂચના આપી બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય જે.વી. કાકડિયા સહિતના સ્થાનિક પ્રતિનિધિઓ દોડી આવ્યા હતા. ગ્રામજનોના રોષને ધ્યાને રાખીને તેમણે રાજ્યના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સમક્ષ આ અંગે રજૂઆતો કરી હતી. વનમંત્રીની આ મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો પણ સાથે જોડાયા હતા, જ્યાં મંત્રી દ્વારા વન વિભાગના અધિકારીઓને આક્રમક વન્યજીવ નિયંત્રણ અને લોકસુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન તથા કડક સૂચનાઓ આપવામાંઆવ્યું હતું દાદા સાથે જઈ રહેલા બાળકને સિંહ 1 કિમી ઢસડી ગયો ચતુરી ગામમાં પોતાના દાદાની આંગળી પકડીને જઈ રહેલા માસૂમ જીયાન પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. સિંહ બાળકને પકડીને વાડી વિસ્તાર તરફ આશરે 1 કિલોમીટર દૂર સુધી ઢસડી ગયો હતો, જ્યાં અન્ય સિંહોએ સાથે મળીને તેનું મારણ કર્યું હતું. વન્યજીવના આ ઘાતક હુમલાને પગલે સમગ્ર પંથકના ગ્રામજનોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. વન વિભાગનું મેગા ઓપરેશનમાં 5 સિંહો કેદ ઘટનાની ગંભીરતાને જોતા વન વિભાગ દ્વારા તાત્કાલિક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાતથી શરૂ કરીને વહેલી સવાર સુધી ચાલેલી આ કામગીરીમાં, ગામની આસપાસ જ ફરતા અને વસાહતમાં પ્રવેશેલા 5 સિંહોને પાંજરે પૂરવામાં સફળતા મળી છે. સ્થાનિકોની માગ સમગ્ર અમરેલી જિલ્લામાં સિંહો દ્વારા માનવ મૃત્યુના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સ્થાનિક લોકોએ સિંહોને માનવ વસાહતથી દૂર ખસેડીને ગ્રામીણ વિસ્તારોમાં સુરક્ષા વધારવાની ઉગ્ર માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં 1.70 લાખથી વધુ બાળકોને પોલિયો રસી અપાશે:28 થી 30 જૂન સુધી બાળ લકવા નાબૂદી અભિયાન ચાલશે
    Next Article
    Indian Passport Fees Hike | પાસપોર્ટ સેવાઓ માટે 1 જુલાઈથી નવી ફી લાગુ | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment