Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:લકવાગ્રસ્ત દર્દીઓ માટે રોબોટિક થેરાપી: મગજ-સ્નાયુ વચ્ચે સંકલન સાધી ફરી ચાલતા કરવાની અત્યાધુનિક સિસ્ટમ હવે શહેરમાં ઉપલબ્ધ

    1 day ago

    લકવા કે ન્યુરોલોજિકલ બીમારી બાદ પથારીવશ થતાં દર્દીઓ માટે નવી આશા જાગી છે. શહેરના મિશન હેલ્થ ખાતે ઉપલબ્ધ ‘લોકોમેટ પ્રો ફ્રી-ડી’ રોબોટિક થેરાપી દ્વારા લકવાગ્રસ્ત દર્દીઓને ફરીથી ચાલતા કરવામાં સફળતા મળી છે. મગજ અને સ્નાયુઓ વચ્ચે સંકલન સાધતી આ અત્યાધુનિક સિસ્ટમથી દર્દીઓ ઝડપથી ચાલવાની ક્ષમતા અને શરીરનું સંતુલન પાછું મેળવી રહ્યા છે. મિશન હેલ્થના ફિઝિયોથેરાપી સેન્ટરના ડિરેક્ટર ડો. આલાપ શાહના જણાવ્યા અનુસાર, સ્ટ્રોક, સ્પાઇનલ કોર્ડ ઇન્જરી, બ્રેઇન ઇન્જરી અને અન્ય ન્યુરોલોજિકલ બીમારીના કેસ વધી રહ્યા છે. ચાલવાની ક્ષમતા ગુમાવી ચૂકેલા દર્દી માટે આ ટેક્નોલોજી આશીર્વાદરૂપ છે. અત્યાર સુધીમાં 4 વર્ષના બાળકથી લઈ 80 વર્ષના વૃદ્ધ સહિત 5 હજાર દર્દીઓ આ રોબોટિક ગેઇટ ટ્રેનિંગ સિસ્ટમથી સાજા થયા છે. આમાં દર્દીને બોડી-વેઇટ સપોર્ટ સાથે ટ્રેડમિલ પર ચાલવાની તાલીમ આપવામાં આવે છે અને રોબોટિક એક્સોસ્કેલેટન દર્દીના પગને યોગ્ય ગતિ આપે છે. લેક્સ એન્ડ લોકો રોબોટિક્સ શું છે ? લેક્સ એન્ડ લોકો રોબોટિક્સ એ ન્યુરોમસ્ક્યુલોસ્કેલેટલ કન્ડિશનની સમસ્યાઓ ધરાવતા દર્દીઓનાં ફેફસાં, પેલ્વિસ, હાથ કે પગના સ્નાયુઓની યોગ્ય મજબૂતાઈ સાથે સંપૂર્ણ શારીરિક મૂવમેન્ટ સાથે ફરી એકવાર ચાલતા કરવા માટેનું એડવાન્સ્ડ રોબોટિક્સ ડિવાઇસ છે. આ બીમારી ધરાવતા દર્દીઓને આપી શકાય બ્રેઇન સ્ટ્રોક, ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી, સ્પાઇનલ કોર્ડ ઇન્જરી, પાર્કિન્સન ડિસીઝ, સરેબ્રલ પાલ્સી, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, ટ્રાન્સવર્સ માયેલાઇટિસ, ન્યુરોપથી, સ્પાઇનલ પેરાલિસીસના દર્દીને ફરી ચાલતા કરવા આપી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    એસીબીની કાર્યવાહી:મહેસાણા DILR કચેરીનો સર્વેયર રૂ.70 હજારની લાંચ લેતાં ઝડપાયો
    Next Article
    આવકવેરા વિભાગે નિયમો સ્પષ્ટ કર્યા:અધૂરી વિગત કે ઓડિટ રિપોર્ટ વિના રિટર્ન ફાઇલ કર્યું તો ‘ડિફેક્ટિવ’ની નોટિસ આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment