Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસીબીની કાર્યવાહી:મહેસાણા DILR કચેરીનો સર્વેયર રૂ.70 હજારની લાંચ લેતાં ઝડપાયો

    1 day ago

    મહેસાણામાં ખેડૂતની જમીનની હિસ્સા દુરસ્તી માટે માપણી કરવાના બદલામાં 70 હજાર રૂપિયાની લાંચ લેતા મહેસાણા કચેરીના લાયસન્સી સર્વેયરને ગાંધીનગર એસીબીની ટીમે ગુરુવારે સાંજે જૂની કોર્ટ કેમ્પસમાંથી રંગે હાથે ઝડપી પાડ્યો હતો. બહુચરાજી તાલુકાના સુરજ ગામના એક યુવકને પોતાની જમીનની હિસ્સા દુરસ્તી માટે મામલતદારનો હુકમ મળ્યા બાદ, તેની માપણી અને નક્શો બનાવવાનો હોવાથી તેમણે મહેસાણાના બહુમાળી સંકુલમાં આવેલી ડીઆઈએલઆર કચેરીના લાયસન્સી સર્વેયર આશિષ પરમારનો સંપર્ક કર્યો હતો. આ કામ માટે કુલ 1.90 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેમાંથી 70 હજાર રૂપિયા અત્યારે અને બાકીની રકમ કામ પૂર્ણ થયા બાદ આપવાનું નક્કી થયું હતું. યુવક લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. આ અંગે એસીબીના પીઆઈ ડી.એ. ચૌધરી અને તેમની ટીમે ગુરુવારે છટકું ગોઠવ્યું હતું. યુવક જ્યારે 70 હજાર રૂપિયા લઈને પહોંચ્યો, ત્યારે આરોપી આશિષ પરમાર કોઈને શંકા ન જાય તે માટે યુવકને જૂની કોર્ટ કેમ્પસમાં આવેલી ચાની કીટલી પર લઈ ગયો હતો. ત્યાં રૂપિયા સ્વીકારતા જ એસીબીની ટીમે આશિષ ભીખાભાઈ પરમાર (રહે. આકબા, તા. બહુચરાજી) ને ઝડપી પાડ્યો હતો. આરોપીના ઘરે પણ એસીબી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કંઈ વાંધાજનક મળ્યું ન હતું ભાસ્કર ઇન્સાઇડ રિસર્વે બાદની ભૂલો સુધારવા રૂપિયા લેવાય છે રિસર્વે બાદ ખેડૂતોની જમીનમાં થયેલી કબજા ફેરફાર અને માપ ફેરફાર સહિતની ભૂલો સુધારવા માટે તેમજ ઝડપી માપણી અને તેનો નિકાલ કરવા જિલ્લાની ડીઆઇએલ આર અને એસએલઆર કચેરીમાં ખેડૂતો પાસેથી રૂપિયા પડાવતા હોવાની બુમરાડ અને ફરિયાદો છેક ગાંધીનગર સુધી પહોંચી હોવાનું કહેવાય છે.
    Click here to Read More
    Previous Article
    ભરતનગર, વરતેજ, ઘોઘા રોડ પોલીસે જુગારના અડ્ડા પર પાડ્યા દરોડા:પાંચ સ્થળેથી 25 જુગારીઓને ઝડપ્યા, ₹80, 560નો મુદ્દામાલ જપ્ત કરાયો
    Next Article
    સિટી એન્કર:લકવાગ્રસ્ત દર્દીઓ માટે રોબોટિક થેરાપી: મગજ-સ્નાયુ વચ્ચે સંકલન સાધી ફરી ચાલતા કરવાની અત્યાધુનિક સિસ્ટમ હવે શહેરમાં ઉપલબ્ધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment