Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરતનગર, વરતેજ, ઘોઘા રોડ પોલીસે જુગારના અડ્ડા પર પાડ્યા દરોડા:પાંચ સ્થળેથી 25 જુગારીઓને ઝડપ્યા, ₹80, 560નો મુદ્દામાલ જપ્ત કરાયો

    एक दिन पहले

    ભાવનગરના ભરતનગર, ઘોઘા રોડ અને વરતેજ પોલીસ સ્ટાફે અલગ-અલગ પાંચ સ્થળોએ જુગારના દરોડા પાડીને 25 શખસોની ધરપકડ કરી છે. પોલીસે આ તમામ સ્થળોએથી રોકડ રકમ, મોબાઈલ અને વાહનો સહિત કુલ રૂ. 80,560નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ-12 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વરતેજ કોળીવાડ રોડ (બનાવ 1): પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કોળીવાડ રોડ પર ખુલ્લી જગ્યામાં રેડ કરી હતી. ત્યાંથી તીનપત્તીનો જુગાર રમતા ઘનશ્યામ ઉકાભાઇ મેર, ભરત જોધાભાઈ સાટીયા, મનસુખ નાનુભાઈ મકવાણા, દિલીપ ભીખાભાઈ મકવાણા, જાલમસિંહ ગોવિંદસિંહ સરવૈયા, નટવર મોહનભાઈ સોલંકી, રાજુ જીણાભાઇ બુધેલીયા અને રમેશ ભીખાભાઈ મકવાણાને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ. 24,610ની રોકડ અને ગંજીપાના જપ્ત કરાયા હતા. ઉખરલા ગામ તળાવની પાળ (બનાવ 2): વરતેજ પોલીસે ઉખરલા ગામ પાસે તળાવની પાળે જુગાર રમતા ઘોઘા ગામના 7 શખસોને રૂ. 10,630ની રોકડ સાથે ઝડપ્યા હતા. જેમાં ભરતસિંહ રવુભા ગોહિલ, કનુભા હેમુભા ગોહિલ, યોગેન્દ્રસિંહ સુરૂભા ગોહિલ, બટુકસિંહ જીવુભા ગોહિલ, નરેન્દ્રસિંહ ઉર્ફે કાળુભા પંચાણજી ગોહિલ, શાંતુભા ઉકુભા ગોહિલ અને ઇન્દ્રજીતસિંહ ઉર્ફે બોધુભા મંગળસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. બોરડીગેટ જોગણી માનું મંદિર (બનાવ 3): ઘોઘા રોડ પોલીસે જોગણી માતાના મંદિર પાસે જાહેર જગ્યામાંથી 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખસો જગદીશ ઘનશ્યામભાઈ રાઠોડ, વિપુલ ભુરાભાઈ રાઠોડ, ઘનશ્યામભારતી શંભુભારતી ગોસ્વામી અને દિલીપ જીવાભાઇ સોલંકી પાસેથી પોલીસે મોબાઈલ, મોટરસાયકલ અને રોકડ સહિત કુલ રૂ. 33200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રૂવાપરી રોડ વસાહતનગર (બનાવ 4): ઘોઘા રોડ પોલીસે મહાકાળી ચોક પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા મયુર વિનોદભાઈ મકવાણા ઉપરાંત ત્રણ મહિલાઓ લક્ષ્મીબેન સાગરભાઈ ચૌહાણ, જીવુબેન બાબુભાઈ જેઠવા અને જીયાબેન હિંમતભાઈ મેરને રુપિયા 2000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અધેવાડા ગામ (બનાવ 5): ભરતનગર પોલીસે અધેવાડા ગામના આવડીયાત વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા કાંતિ કરશનભાઈ સોલંકી અને વિનોદ ધનજીભાઈ સોલંકી નામના બે શખ્સોને રૂ. 10,120ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    29 જૂને મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક:5 ટેન્ડરોને મંજૂર કરવા અંગે સહિતના નિર્ણયો લેવાશે, ચીફ ઓફિસરે બરતરફ કરેલા કર્મચારીને પુનઃ ફરજ પર લેવા HCનો આદેશ
    Next Article
    એસીબીની કાર્યવાહી:મહેસાણા DILR કચેરીનો સર્વેયર રૂ.70 હજારની લાંચ લેતાં ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment