Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    29 જૂને મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક:5 ટેન્ડરોને મંજૂર કરવા અંગે સહિતના નિર્ણયો લેવાશે, ચીફ ઓફિસરે બરતરફ કરેલા કર્મચારીને પુનઃ ફરજ પર લેવા HCનો આદેશ

    1 day ago

    મહેસાણામાં સાડા છ વર્ષ પહેલાં ચીફ ઓફિસરે બરતરફ કરેલા કર્મચારીને પુનઃ ફરજ પર હાજર કરવા સહિતનો આદેશ હાઈકોર્ટે કર્યો છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીની સોમવારે યોજાનારી બેઠકમાં તે અંગેનો નિર્ણય લેવાશે. બેઠકમાં વિવિધ પાંચ ટેન્ડર મંજૂર કરવા અંગેનો નિર્ણય પણ લેવાશે. સોમવારે મળશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મહેસાણા મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દીપકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કમિટીની પ્રથમ બેઠક આગામી સોમવારે બપોરે 12 વાગ્યે મનપાના સભાખંડમાં યોજાશે. જેમાં હાઈકોર્ટના આદેશ અન્વયે રાજ એચ.પટેલને પુનઃ ફરજ ઉપર હાજર કરવાના કામ અંગે કમિશનરે કરેલી ભલામણને મંજૂરી આપવાની દરખાસ્તનો સમાવેશ કરાયો છે.ઉલ્લેખનિય છે કે, રાજ પટેલ મહેસાણા નગરપાલિકામાં ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા હતા અને તેમને ભૂગર્ભગટર શાખાનો ચાર્જ સોંપાયો હતો. રાજ પટેલને પુન:ફરજ પર સ્થાપિત કરવા HCનો આદેશ 10 ઓક્ટોબર 2019 ના રોજ તત્કાલિન ચીફ ઓફિસર જીગર પટેલે તેમને ફરજ પરથી બરતરફ કર્યા હતા. જેની સામે રાજ પટેલે કારોબારી સમિતિથી લઈને વિવિધ કક્ષાએ કરેલી અપીલ બાદ આખરે તેમણે હાઈકોર્ટ સમક્ષ ધા કરી હતી. જેમાં હાઈકોર્ટે રાજ પટેલને પુનઃ ફરજ પર સ્થાપિત કરવા અને આ સમયગાળા દરમિયાનનો 50 ટકા પગાર આપવા આદેશ કર્યો છે. 5 ટેન્ડર મંજૂર કરવા અંગેનો નિર્ણય પણ લેવાશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મનપાની મિલકતોની દેખરેખ અને જાળવણી સિક્યોરિટી માટે નવી એજન્સી નિમવા GEM પોર્ટલ મારફત કરાયેલી પ્રક્રિયાથી L-1 એજન્સીના ભાવ મંજૂર કરવા, મનપા વિસ્તારના ટ્યુબવેલો માટેની કોલમ, પાઈપો, કેબલ, મેટર પંપ, અન્ડરગ્રાઉન્ડ સંપના મોટર પંપ સપ્લાય કરવાની કામગીરી માટે વાર્ષિક ભાવોમાં L-1 એજન્સીના ભાવ મંજૂર કરવા, મનપા વિસ્તારની 75 જેટલી આંગણવાડી સહિત 150 જેટલી મિલકતોમાં રેઈન વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રક્ચર બનાવવા ઈટેન્ડર પ્રક્રિયામાં L-1 એજન્સીના ભાવ મંજૂર કરવા ઉપરાંત મનપા વિસ્તારના અન્ડરપાસમાં ચોમાસા દરમિયાન આગામી પાંચ માસ માટે વરસાદી પાણીના નિકાલ તથા પંમ્પિંગ મશીનરીના કોમ્પ્રેહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સ કરવાની કામગીરી માટે એનપ્રોક્યોરથી ઓનલાઈન ભાવો મંગાવી ટેન્ડર પ્રક્રિયા કરાઈ હતી. જેમાં L-1 એજન્સીના ભાવ મંજૂર કરવાનો નિર્ણય લેવાશે.
    Click here to Read More
    Previous Article
    નેનો ટેકનોલોજી અને એનર્જી એન્જિનિયરિંગ કોર્સ પર સંકટ:72 બેઠકો સામે માત્ર 8 વિદ્યાર્થીઓને ફાળવણી, એકપણ પ્રવેશ કન્ફર્મ નહીં થાય તો કોર્સ બંધ થવાની ભીતિ
    Next Article
    ભરતનગર, વરતેજ, ઘોઘા રોડ પોલીસે જુગારના અડ્ડા પર પાડ્યા દરોડા:પાંચ સ્થળેથી 25 જુગારીઓને ઝડપ્યા, ₹80, 560નો મુદ્દામાલ જપ્ત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment