Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવકવેરા વિભાગે નિયમો સ્પષ્ટ કર્યા:અધૂરી વિગત કે ઓડિટ રિપોર્ટ વિના રિટર્ન ફાઇલ કર્યું તો ‘ડિફેક્ટિવ’ની નોટિસ આવશે

    1 day ago

    કેન્દ્રે જાહેર કરેલા ડ્રાફ્ટ ઇન્કમ ટેક્સ રૂલ્સ-2026ના નવા નિયમ 166 હેઠળ કઈ પરિસ્થિતિમાં આઇટીઆર (ITR) ડિફેક્ટિવ ગણાશે તેની સ્પષ્ટ વ્યાખ્યા કરાઈ છે, જેથી કરદાતા અને વિભાગ વચ્ચેની અનિશ્ચિતતા દૂર થાય. અગાઉ 1962ના નિયમોમાં આ અંગે કોઈ સ્પષ્ટતા નહોતી. જો રિટર્ન ખામીયુક્ત જાહેર થશે તો આવકવેરા વિભાગ નોટિસ આપીને ખામી સુધારવા 15 દિવસનો સમય આપશે. જો નિર્ધારિત સમયમાં ભૂલ સુધારવામાં નહીં આવે તો રિટર્ન અમાન્ય ગણાશે. આવી સ્થિતિમાં દંડ, વ્યાજ, નુકસાન આગળ ખેંચવાની સવલતો ગુમાવવી પડી શકે છે. આ 4 પરિસ્થિતિમાં ITRને ડિફેક્ટિવ ગણાશે 1. રિટર્ન અધૂરું અથવા ખોટી રીતે ભરાયેલું હોય જો કરદાતાએ તમામ જરૂરી કોલમ, શેડ્યૂલ, સ્ટેટમેન્ટ અને આવકની ગણતરી સંબંધિત વિગતો પૂર્ણ રીતે ભરી ન હોય તો રિટર્ન ડિફેક્ટિવ ગણાશે. તેમાં વિવિધ આવકના હેડ હેઠળની આવકની ગણતરી, ગ્રોસ ટોટલ ઇન્કમ અને કુલ આવકની ગણતરીનો સમાવેશ થાય છે. 2. ઓડિટ રિપોર્ટ પહેલાં રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું હોય જ્યાં કલમ 63 હેઠળ ટેક્સ ઓડિટ ફરજિયાત હોય, ત્યાં ઓડિટ રિપોર્ટ રિટર્ન ફાઇલ કરતાં પહેલાં અપલોડ કરવો જરૂરી રહેશે. ઓડિટ રિપોર્ટ વિના ફાઇલ કરાયેલ રિટર્નને ડિફેક્ટિવ ગણવામાં આવશે. 3. અપડેટેડ રિટર્નમાં ટેક્સ ચુકવણીની વિગતો ન હોય કલમ 263(6) હેઠળ અપડેટેડ રિટર્ન ફાઇલ કરતી વખતે કલમ 267 મુજબ ચૂકવેલા કરની વિગતો, ચલણ નંબર અને અન્ય માહિતી આપવી ફરજિયાત રહેશે. આ વિગતો ન ભરાય તો રિટર્નમાં ખામી ગણાશે. 4. MAT/AMT ક્રેડિટનો ખોટો દાવો કરવામાં આવ્યો હોય મિનિમમ અલ્ટરનેટ ટેક્સ અથવા અલ્ટરનેટ મિનિમમ ટેક્સના કેરી ફોરવર્ડ ક્રેડિટનો દાવો છેલ્લે સ્વીકૃત થયેલા રિટર્નમાં દર્શાવેલી રકમ સાથે મેળ ખાતો હોવો જોઈએ. વધુ અથવા ખોટો દાવો કરવાથી રિટર્ન ડિફેક્ટિવ ગણાશે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:લકવાગ્રસ્ત દર્દીઓ માટે રોબોટિક થેરાપી: મગજ-સ્નાયુ વચ્ચે સંકલન સાધી ફરી ચાલતા કરવાની અત્યાધુનિક સિસ્ટમ હવે શહેરમાં ઉપલબ્ધ
    Next Article
    Vaibhav Sooryavanshi's T20I Debut Under Threat: Belfast Weather A Huge Concern In Series Opener

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment