Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં બલ્ક વેસ્ટ જનરેટરના નિયમોનું કડક અમલીકરણ:નિર્ધારિત એકમોએ પ્રિમાઇસીસમાં જ ભીના કચરાનું પ્રોસેસિંગ કરવું પડશે, ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી

    3 days ago

    પાટણ શહેરના તમામ વોર્ડમાં બલ્ક વેસ્ટ જનરેટર્સ (BWGs) માટેના નિયમોનું પાટણ નગરપાલિકા દ્વારા કડક અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016ની જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નવા નિયમો હેઠળ નિર્ધારિત માપદંડ ધરાવતા એકમોએ હવે પોતાના પરિસરમાં જ ભીના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બલ્ક વેસ્ટ જનરેટર (BWGs) માટેના 3 મુખ્ય માપદંડ નગરપાલિકાની નવી જોગવાઈઓ મુજબ ત્રણ માપદંડોમાંથી કોઈપણ એક યોગ્યતા ધરાવતા એકમોને બલ્ક વેસ્ટ જનરેટર તરીકે ગણવામાં આવશે: બાંધકામ ક્ષેત્રફળ: 20,000 ચોરસ મીટર કે તેથી વધુ કુલ બાંધકામ એરિયા ધરાવતા એકમો. પાણીનો વપરાશ: દૈનિક 40,000 લિટર કે તેથી વધુ પાણીનો વપરાશ કરતા એકમો. કચરાનું ઉત્પાદન: દૈનિક 100 કિલોગ્રામ કે તેથી વધુ ઘન કચરો ઉત્પન્ન કરતા એકમો. આ નિયમો કોને લાગુ પડશે? આ નિયમોના દાયરામાં તમામ હોટેલ-રેસ્ટોરન્ટ, ધાર્મિક સંસ્થાઓ, સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, મોટા રહેણાંક એપાર્ટમેન્ટ્સ, ફ્લેટ્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ તેમજ શોપિંગ મોલ્સનો સમાવેશ થાય છે. કચરાનું વર્ગીકરણ અને પ્રોસેસિંગ નિયમો આ માપદંડ હેઠળ આવતી તમામ સંસ્થાઓએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 અનુસાર પોતાના પરિસરમાં જ ઉત્પન્ન થતા બાયોડિગ્રેડેબલ (ભીના) કચરાનું ઓન-સાઇટ પ્રોસેસિંગ (પરિસરની અંદર જ નિકાલ) કરવું ફરજિયાત રહેશે. આ ઉપરાંત, ઉત્પન્ન થતા સૂકા કચરાનું યોગ્ય વર્ગીકરણ (સેગ્રિગેશન) કરીને તેને માત્ર પાલિકા માન્ય અથવા અધિકૃત રિસાયકલર્સને જ સોંપવાનો રહેશે. નિયમોનું ઉલ્લંઘન સુપ્રીમ કોર્ટના આદેશની અવમાન જો કોઈ એકમ કે સંસ્થા દ્વારા આ ઓન-સાઇટ પ્રોસેસિંગની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવશે અથવા પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો તેને સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ) ગણવામાં આવશે. આવી સ્થિતિમાં, સોલિડ વેસ્ટ રૂલ્સની કડક જોગવાઈઓ અને પર્યાવરણીય કાયદાઓ હેઠળ સંબંધિત એકમો સામે ભારે દંડ અને કાયદાકીય પગલાં ભરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દશરથ ભરત એસ્ટેટમાં ગોડાઉનમાં ભીષણ આગ:લાકડાના પેલેટ મટિરિયલમાં લાગેલી આગ પવનના કારણે વિકરાળ બની, 6 કલાકે કાબૂ મેળવાયો
    Next Article
    એરપોર્ટ પોલીસ મથકે સાળા સામે ફરિયાદ:સાળાએ રિપેરિંગના બહાને બનેવીની કાર પચાવી પાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment