Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એરપોર્ટ પોલીસ મથકે સાળા સામે ફરિયાદ:સાળાએ રિપેરિંગના બહાને બનેવીની કાર પચાવી પાડી

    3 days ago

    સગા સંબંધીઓ વચ્ચેના વિશ્વાસને ઠેસ પહોંચાડતો એક કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. મહેસાણાના રહેવાસીએ પોતાના જ સાળા સામે 10 લાખ રૂપિયાની કિંમતની થાર કાર પચાવી પાડી છેતરપિંડી આચર્યાનો આક્ષેપ કરી એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મહેસાણાની નીલકંઠનગર સોસાયટીમાં રહેતા 55 વર્ષીય ટેકારામ ભુરાજી પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની માલિકીની 2024 મોડલની મહિન્દ્રા થાર કાર ગત 12 ફેબ્રુઆરીએ તેમના દીકરાને રાજસ્થાન દર્શન માટે જવાની હોવાથી અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા પોતાના સાળા મુકેશભાઈ વીરજી પ્રજાપતિને સોંપી હતી. ગાડી લઈ ગયા બાદ મુકેશભાઈએ કારમાં રિપેરિંગ કરાવવાનું હોવાનું જણાવી રૂ.30 હજારની માંગણી કરી હતી. જેના પગલે ટેકારામના દીકરાએ મામા પર વિશ્વાસ રાખીને ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરી આપી હતી. જોકે, રિપેરિંગ બાદ ગાડી પરત આપવાના વચન છતાં મુકેશભાઈએ કાર પરત કરી નહોતી. ટેકારામ પ્રજાપતિ અને તેમના પરિવારજનોએ અનેક વખત ફોન અને ઉઘરાણી કરવા છતાં સંતોષકારક જવાબ મળ્યો નહોતો. આખરે કંટાળીને તેમણે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં બલ્ક વેસ્ટ જનરેટરના નિયમોનું કડક અમલીકરણ:નિર્ધારિત એકમોએ પ્રિમાઇસીસમાં જ ભીના કચરાનું પ્રોસેસિંગ કરવું પડશે, ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી
    Next Article
    Pentagon Sees Bigger Role For AI In Setting Military Targets

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment