Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વિરાટનું રૌદ્ર રૂપ:કોહલી આગળ પોતાના જ રેકોર્ડ નતમસ્તક!; એક જ મેચમાં ધ્વસ્ત કર્યા ક્રિકેટ ઈતિહાસના 6 મોટા રેકોર્ડ્સ

    21 hours ago

    ભારતે રવિવારે તિરુવનંતપુરમમાં રમાયેલી પહેલી વન-ડે મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 8 વિકેટે હરાવ્યું. વિરાટ કોહલીએ પોતાની વન-ડે કારકિર્દીની 55મી સદી ફટકારી. તેણે અણનમ 139 રનની ઇનિંગ્સ રમી. કોહલીએ પહેલીવાર કોઈ વન-ડેની ઇનિંગ્સમાં 9 સિક્સર ફટકારી. તે વન-ડેમાં સૌથી ઝડપી 15 હજાર રન બનાવનાર ખેલાડી પણ બની ગયો. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. કોહલીએ એક દેશમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિન તેંડુલકરની બરાબરી કરી. બંનેએ ભારતમાં 42-42 સદી ફટકારી છે. ભારત-વેસ્ટ ઇન્ડીઝ મેચના ટૉપ-7 રેકોર્ડ્સ… 1. કોહલી 15 હજાર વન-ડે રન બનાવનાર માત્ર બીજો ખેલાડી કોહલીએ વન-ડેમાં 303 ઇનિંગ્સમાં પોતાના 15 હજાર રન પૂરા કર્યા. તે સૌથી ઓછી ઇનિંગ્સમાં આ શીખર સુધી પહોંચનાર ખેલાડી બની ગયો. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. સચિને 2007માં સાઉથ આફ્રિકા સામે 377 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. 2. કોહલી લિસ્ટ-Aમાં તેંડુલકરના 60 સદીના રેકોર્ડની બરાબરીએ પહોંચ્યો કોહલીએ રવિવારે લિસ્ટ-A ક્રિકેટમાં પોતાની 60મી સદી પૂરી કરી. તે 338 ઇનિંગ્સમાં અહીં સુધી પહોંચ્યો. આ સાથે જ તેણે તેંડુલકરની લિસ્ટ-Aમાં સૌથી વધુ સદીના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી. સચિને 538 ઇનિંગ્સમાં 60 સદી ફટકારી હતી. લિસ્ટ-A લિમિટેડ ઓવરોવાળી ક્રિકેટ ફોર્મેટ છે. તેમાં આંતરરાષ્ટ્રીય વન-ડે અને સ્થાનિક સ્તરે રમાતી સત્તાવાર એકદિવસીય મેચનો સમાવેશ થાય છે. 3. એક દેશમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી કોહલી ભારતમાં કોહલીની આ 42મી આંતરરાષ્ટ્રીય સદી હતી. હવે તે એક દેશમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર ખેલાડીઓમાં તેંડુલકર સાથે ટોચ પર છે. બંનેએ ભારતમાં 42-42 સદી ફટકારી છે. 4. રનચેઝમાં 112મી વખત જીતનો હિસ્સો રહ્યો કોહલી વન-ડે રનચેઝમાં કોહલી 112મી વખત ટીમની જીતમાં સામેલ રહ્યો. તે વન-ડેમાં સૌથી વધુ વખત રનચેઝમાં સામેલ થયેલા ખેલાડીઓમાં ત્રીજા ક્રમે છે. તેંડુલકર 127 જીત સાથે પ્રથમ અને ધોની 116 જીત સાથે બીજા ક્રમે છે. 5. કોહલીએ એક વન-ડે મેચમાં પહેલીવાર 9 છગ્ગા ફટકાર્યા કોહલીએ તિરુવનંતપુરમમાં 9 છગ્ગા ફટકાર્યા. વન-ડેની એક ઇનિંગ્સમાં તેના સૌથી વધુ છગ્ગાનો આ રેકોર્ડ છે. આ પહેલાં તેણે શ્રીલંકા સામે 2023માં 8 છગ્ગા ફટકાર્યા હતા. 6. વિરાટે પોતાના જ રેકોર્ડની બરાબરી કરી વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામે 10મી વન-ડે સદી ફટકારી. તે એક દેશ સામે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી છે. તે શ્રીલંકા સામે પણ 10 સદી ફટકારી ચૂક્યો છે. હવે તેણે પોતાના જ રેકોર્ડની બરાબરી કરી લીધી. 7. ગ્રીવ્સે 32 વર્ષની ઉંમરે પ્રથમ વન-ડે સદી ફટકારી વેસ્ટ ઇન્ડીઝના બેટર જસ્ટિન ગ્રીવ્સે તિરુવનંતપુરમમાં 101 રનની ઇનિંગ રમી. તેણે 32 વર્ષ અને 213 દિવસની ઉંમરે પોતાની પ્રથમ વન-ડે સદી ફટકારી. તે વેસ્ટ ઇન્ડીઝ માટે પહેલી ODI સેન્ચુરી ફટકારનારા ત્રીજા સૌથી ઉંમરનો બેટર બની ગયો. ક્લેટન લેમ્બર્ટે 36 વર્ષ અને 57 દિવસની ઉંમરે પોતાની પ્રથમ વન-ડે સદી ફટકારી હતી. ---------------------- IND vs WI મેચ સંબંધિત આ સમાચાર પણ વાંચો… કોહલી-ગિલની સેન્ચુરીથી ભારતે વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું:પહેલી વન-ડે 8 વિકેટે જીતી; વિરાટે સૌથી ઝડપી 15 હજાર રન બનાવ્યા ભારતે વેસ્ટ ઇન્ડીઝને પહેલી વન-ડેમાં 8 વિકેટે હરાવ્યું છે. તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ પર 295 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 41.4 ઓવરમાં 2 વિકેટ પર 300 રન બનાવીને જીત મેળવી લીધી. આ જીત સાથે ભારતે 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    सुनीता आहूजा नहीं कोमल रानी पर बरसीं कश्मीरा शाह, कहा- हमें बदतमीज-घमंडी कहा जाता है
    Next Article
    દિવાળી-દશેરા પર 102 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડશે:ટિકિટોની બુકિંગ શરૂ; સમય અને રૂટ્સની વિગતો જાણો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment