Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહના હુમલામાં માર્યા ગયેલા બાળકના પરિવારને વનમંત્રી મળશે:ચતુરી ગામમાં દાદાની આંગળી પકડી જતાં જીયાનનો સાવજે શિકાર કર્યો હતો, પરિવારને મોઢવાડિયા સાંત્વના પાઠવશે

    3 days ago

    અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં સિંહના હુમલામાં 5 વર્ષના બાળક જીયાન દેવકુ સીધાનું કરૂણ મોત નીપજ્યું છે. આ ચોંકાવનારી ઘટનાને પગલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયા આજે સવારે 11 વાગ્યે મૃતક બાળકના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઈને સાંત્વના પાઠવશે. વન્યજીવ અને લોકસુરક્ષાની ફોરેસ્ટકર્મીઓ સૂચના આપશે બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય જે.વી. કાકડિયા સહિતના સ્થાનિક પ્રતિનિધિઓ દોડી આવ્યા હતા. ગ્રામજનોના રોષને ધ્યાને રાખીને તેમણે રાજ્યના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સમક્ષ આ અંગે રજૂઆતો કરી હતી. વનમંત્રીની આ મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો પણ સાથે જોડાશે, જ્યાં મંત્રી દ્વારા વન વિભાગના અધિકારીઓને આક્રમક વન્યજીવ નિયંત્રણ અને લોકસુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન તથા કડક સૂચનાઓ આપવામાં આવે તેવી શક્યતા છે. દાદા સાથે જઈ રહેલા બાળકને સિંહ 1 કિમી ઢસડી ગયો ચતુરી ગામમાં પોતાના દાદાની આંગળી પકડીને જઈ રહેલા માસૂમ જીયાન પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. સિંહ બાળકને પકડીને વાડી વિસ્તાર તરફ આશરે 1 કિલોમીટર દૂર સુધી ઢસડી ગયો હતો, જ્યાં અન્ય સિંહોએ સાથે મળીને તેનું મારણ કર્યું હતું. વન્યજીવના આ ઘાતક હુમલાને પગલે સમગ્ર પંથકના ગ્રામજનોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. વન વિભાગનું મેગા ઓપરેશનમાં 5 સિંહો કેદ ઘટનાની ગંભીરતાને જોતા વન વિભાગ દ્વારા તાત્કાલિક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાતથી શરૂ કરીને વહેલી સવાર સુધી ચાલેલી આ કામગીરીમાં, ગામની આસપાસ જ ફરતા અને વસાહતમાં પ્રવેશેલા 5 સિંહોને પાંજરે પૂરવામાં સફળતા મળી છે. સ્થાનિકોની માગ સમગ્ર અમરેલી જિલ્લામાં સિંહો દ્વારા માનવ મૃત્યુના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સ્થાનિક લોકોએ સિંહોને માનવ વસાહતથી દૂર ખસેડીને ગ્રામીણ વિસ્તારોમાં સુરક્ષા વધારવાની ઉગ્ર માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલામાં જુગારધામ ઝડપાયું:ચિરોડા ગામના વાડી વિસ્તાર 'કાળા ધોરા'માં 4 જુગારી ઝડપાયા, LCBએ ₹3.03 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી
    Next Article
    મોરબીમાં ખેડૂતોના સમર્થનમાં નારી શક્તિ ઉમટી, ડ્રોન VIDEO:દીકરીઓએ નાટક રજૂ કરી ખેડૂતોની લાચારી અને કંપનીની તાનાશાહી બતાવી, આમરણાંત ઉપવાસમાં જનમેદની ઉમટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment