Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં જુગારધામ ઝડપાયું:ચિરોડા ગામના વાડી વિસ્તાર 'કાળા ધોરા'માં 4 જુગારી ઝડપાયા, LCBએ ₹3.03 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી

    3 days ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ચોટીલા તાલુકાના ચિરોડા (થાંગા) ગામના વાડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા આ શખ્સો પાસેથી કુલ ₹3.03 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ વજાભાઈ ભવાનભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ચિરોડા (થાંગા) ગામમાં 'કાળા ધોરા' તરીકે ઓળખાતી સીમમાં વાડીના શેઢે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી ₹83,000 રોકડા, 4 મોબાઈલ ફોન (કિંમત ₹20,000) અને એક ઈકો ગાડી (કિંમત ₹2,00,000) સહિત કુલ ₹3,03,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી બદીઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના ભાગરૂપે એલ.સી.બી. દ્વારા આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જુગાર રમતા પકડાયેલા આરોપીઓમાં રસિકભાઈ હરજીભાઈ મકવાણા (ઉ.વ.45, ધંધો-ખેતી, રહે. ખાટડી, તા. ચોટીલા), દેવેન્દ્રભાઈ દિનેશભાઈ પંચાળા (ઉ.વ.19, ધંધો-મજૂરી, રહે. રાજકોટ), જીતાભાઈ ગોકળભાઈ મકવાણા (ઉ.વ.33, ધંધો-ડ્રાઈવિંગ, રહે. રાજકોટ) અને જીતેન્દ્રભાઈ છગનભાઈ ગોહેલ (ઉ.વ.31, ધંધો-ડ્રાઈવિંગ, રહે. રાજકોટ)નો સમાવેશ થાય છે. આરોપીઓ વિરુદ્ધ આણંદપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં એલ.સી.બી. સુરેન્દ્રનગરના પી.આઈ. બી.એચ. શીંગરખીયા, પેરોલ ફર્લો સ્કોડના પી.એસ.આઈ. એન.એ. રાયમા તથા સ્ટાફના જયપાલસિંહ રાઠોડ, વજાભાઈ સાનીયા, સરદારસિંહ જગાભાઈ અને કુલદીપભાઈ બોરીચા સહિતની ટીમે ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    વઢવાણના નગરાગામમાં વર્લી મટકાનો જુગાર ઝડપાયો:LCBએ બે આરોપીઓ ₹25,520ના મુદ્દામાલ સાથે પકડ્યા, 5 ફરાર
    Next Article
    સિંહના હુમલામાં માર્યા ગયેલા બાળકના પરિવારને વનમંત્રી મળશે:ચતુરી ગામમાં દાદાની આંગળી પકડી જતાં જીયાનનો સાવજે શિકાર કર્યો હતો, પરિવારને મોઢવાડિયા સાંત્વના પાઠવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment