Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણના નગરાગામમાં વર્લી મટકાનો જુગાર ઝડપાયો:LCBએ બે આરોપીઓ ₹25,520ના મુદ્દામાલ સાથે પકડ્યા, 5 ફરાર

    3 days ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ વઢવાણ તાલુકાના નગરાગામની સીમમાં વર્લી મટકાના જુગાર પર દરોડો પાડ્યો છે. આ દરોડામાં બે વ્યક્તિઓને રોકડ રૂ. 10,520 અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 25,520 સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી બદીઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે LCB દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. LCB ના હેડ કોન્સ્ટેબલ વી.પી. પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ રેઇડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન, જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી જુગાર રમતા મનસુખભાઈ ચીકાભાઈ ચીહલા (રહે. નગરા) અને ચેતનભાઈ ગોવિંદભાઈ મોરી (રહે. ગુજરવદી, ધ્રાંગધ્રા) ને પકડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 10,520, બે મોબાઈલ ફોન (કિંમત રૂ. 15,000), મોબાઈલના વોટ્સએપના સ્ક્રીનશોટની પ્રિન્ટ અને લખેલા આંકડાની પ્રિન્ટ સહિત કુલ રૂ. 25,520 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, મેહુલભાઈ ગોવિંદભાઈ પટેલ (રહે. ગુજરવદી), રમેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ ઈશ્વરભાઈ પટેલ (રહે. મોટા અંકેવાડીયા), મુકેશભાઈ પોપટભાઈ પરાલીયા (રહે. નગરા), વિનેશભાઈ ઉર્ફે ટેગો વાઘાભાઈ પરાલીયા (રહે. નગરા) અને ગુંજનબેન કમલેશભાઈ કપાસી (રહે. સાણંદ) સહિત પાંચ આરોપીઓ સ્થળ પર હાજર ન હોવાથી તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. આ કામગીરી LCB સુરેન્દ્રનગરના PI બી.એચ. શીંગરખીયા, પેરોલ ફર્લો સ્કોડના PSI એન.એ. રાયમા, હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમાર, કોન્સ્ટેબલ પ્રતાપસિંહ રાઠોડ અને કોન્સ્ટેબલ કપિલભાઈ સુમેરાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    યુવકે બ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો, VIDEO:રાહદારીઓએ બચાવીને પોલીસને સોંપ્યો; લખનઉથી આવ્યો હતો, કામ ફાવતું ન હોવાથી નાસીપાસ થઈ ગયો હતો: પોલીસ
    Next Article
    ચોટીલામાં જુગારધામ ઝડપાયું:ચિરોડા ગામના વાડી વિસ્તાર 'કાળા ધોરા'માં 4 જુગારી ઝડપાયા, LCBએ ₹3.03 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment