Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વગર વરસાદે જ ગટરો ઉભરાવા લાગી:નિકોલમાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યાં

    21 hours ago

    ચોમાસું હજી બરાબર શરૂ પણ નથી થયું ત્યાં નિકોલ વિસ્તારમાં કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડી ગયા છે. નિકોલના અમર જવાન સર્કલ પાસે આવેલા સત્યાગ્રહ, રિધમ હાઈટ્સ, કોરોના, ભાગવત એલિઝીયમ, શ્રીનંદ ઈલાઈટ, ઉત્સવ વેલી, ઉગતિ એલિગન્સ અને ગિરિવર ગ્રીન જેવા અનેક રહેણાંક વિસ્તારોથી લઈને રીંગરોડ સુધીના મુખ્ય માર્ગો પર રોજબરોજ ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રોજ સવાર અને સાંજ બે ટાઈમ ત્રણ-ત્રણ કલાક સુધી ગટરના પાણી રોડ પર વહેતા હોવાથી સમગ્ર વિસ્તારમાં તીવ્ર દૂર્ગંધ ફેલાઈ ગઈ છે. શાળાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે માસૂમ બાળકોને સવાર-સવારમાં આ દુર્ગંધ મારતા ગટરના પાણીમાંથી પસાર થઈને ભણવા જવું પડે છે, રસ્તા પર પાણી ભરાયેલા હોવાને કારણે રોડના ખાડા દેખાતા નથી. પરિણામે, અનેક સિનિયર સિટીઝનો આ ગંદા પાણીમાં ખાડાને લીધે પટકાતા ઈજા થવાના કિસ્સા બને છે. બીજી તરફ, સ્થાનિક દુકાનદારો અને વેપારીઓ ગ્રાહકો ન આવતા પોતાનો ધંધો-રોજગારને માઠી અસર પડી છે. દર વખતે એક જ જવાબ મળે છે કામગીરી ચાલે છે સ્થાનિક રહીશ અનિસ પટેલે જણાવ્યું હતું કે, "અમે વારંવાર પૂર્વ ઝોનના ઉચ્ચ અધિકારીઓને આ બાબતે રજૂઆત અને ફરિયાદો કરી છે. પરંતુ અધિકારીઓ દર વખતે એક જ તૈયાર જવાબ આપે છે કે પ્રી-મોન્સૂન કામગીરી ચાલુ છે અને ચોમાસામાં કોઈને તકલીફ નહીં થાય. તંત્ર માત્ર હૈયાધારણ અને ખોટા વચનો આપીને જવાબદારીમાંથી છટકી રહ્યું છે, આ સમસ્યાનો ઉકેલ તંત્ર વહેલી તકે નહીં લાવે તો ચોમાસામાં વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ચૈતર વસાવાને સજા પછી હવે શું?:ઇસુદાને કહ્યું, અમે મોદી-શાહ સામે બાથ ભીડી, રાજકીય વિશ્લેષક બોલ્યા- કોઇ માટે દાવો ન કરાય કે તે પાર્ટી નહીં બદલે
    Next Article
    પેરેન્ટ્સને લીધે કોરિયોગ્રાફર રોડ પર આવી ગયો:અહમદ ખાનનો બેવાર ચમત્કારિક બચાવ, ભાઈએ 18 વર્ષ નાની સુનિધિ ચૌહાણ સાથે ભાગીને લગ્ન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment