Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમી તાલુકામાં સીઝનનો પ્રથમ વરસાદ વરસ્યો:બાસ્પા, દાઉદપુર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં, ખેડૂતોમાં ખુશીનો માહોલ

    22 hours ago

    પાટણ જિલ્લાના સમી તાલુકામાં સીઝનનો પ્રથમ વરસાદ નોંધાયો છે. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા સમી, બાસ્પા અને દાઉદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર પાટણ જિલ્લામાં અસહ્ય ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. બપોરના સમયે અચાનક આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ પ્રથમ વરસાદને કારણે અતિશય ઉકળાટ અને ગરમીથી પરેશાન લોકોને મોટી રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં જનજીવનને આંશિક મુક્તિ મળી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આ પંથકમાં વાવણીલાયક વરસાદ થતાં ખેતરોમાં આગામી સમયમાં વાવણીની કામગીરી વેગ પકડશે, જેનાથી ખેડૂતોને ફાયદો થશે.
    Click here to Read More
    Previous Article
    ‘તમારા પાર્લર પર નાગ-નાગિનનો દોષ છે’:વડોદરામાં ત્રણ મહિલાઓએ મેકઅપના બહાને પાર્લરમાં ઘૂસી સંચાલિકાને હિપ્નોટાઈઝ કરી, દોઢ તોલાનું સોનાનું મંગળસૂત્ર અને રોકડ ચોરી ફરાર
    Next Article
    મહીસાગરમાં 'વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ:39 કરોડના રોકાણ માટે 29થી વધુ MoU; 221થી વધુ રોજગારી સર્જાવાની આશા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment