Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘તમારા પાર્લર પર નાગ-નાગિનનો દોષ છે’:વડોદરામાં ત્રણ મહિલાઓએ મેકઅપના બહાને પાર્લરમાં ઘૂસી સંચાલિકાને હિપ્નોટાઈઝ કરી, દોઢ તોલાનું સોનાનું મંગળસૂત્ર અને રોકડ ચોરી ફરાર

    21 hours ago

    વડોદરા શહેરના વ્યસ્ત ગણાતા ગેંડીગેટ વિસ્તારમાં અંધશ્રદ્ધા અને સંમોહનનો લાભ લઈને ધોળા દિવસે લૂંટ આચરવામાં આવી હોવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક બ્યુટી પાર્લરની મહિલા સંચાલિકાને ત્રણ અજાણી મહિલાઓએ જોગણી માતાના આશીર્વાદ આપવાના અને ‘નાગ-નાગિનનો દોષ’ નિવારવાના બહાને પોતાની વાતોની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ મહિલા પર સંમોહન જેવી અસર કરીને તેની પાસેથી સોનાનું કિંમતી મંગળસૂત્ર અને ગલ્લામાં રહેલી રોકડ રકમ પડાવીને આ ઠગ ટોળકી પલાયન થઈ ગઈ છે. આ ચકચારી ઘટનાને પગલે સ્થાનિક વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગ્રાહકના સ્વાંગમાં આવીને પહેલાં વિશ્વાસ જીત્યો બનાવની વિગત એવી છે કે, ગેંડીગેટ વિસ્તારમાં આવેલા ‘નવ્યા બ્યુટી પાર્લર’ના સંચાલિકા હેતલબેન હિતેશભાઈ દરરોજની જેમ પોતાના પાર્લર પર હાજર હતા. તે સમયે ગ્રાહકના વેશમાં ત્રણ અજાણી મહિલાઓ પાર્લરમાં આવી પહોંચી હતી. શરૂઆતમાં આ ત્રણેય મહિલાઓએ મેકઅપ, હેરસ્ટાઈલ અને અન્ય બ્યુટી સર્વિસના ભાવો તેમજ વિવિધ પેકેજ અંગે ખૂબ જ સામાન્ય રીતે વાતચીત કરી હતી. આ મીઠી-મીઠી વાતો દ્વારા તેમણે પાર્લરના સંચાલિકાનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો. ‘જોગણી માતાનો સદ’ અને ‘નાગ-નાગિનના દોષ’નો ડર બતાવ્યો વિશ્વાસ કેળવ્યા બાદ તેમાંથી મુખ્ય મહિલાએ અચાનક ધાર્મિક વાતો શરૂ કરી હતી અને પોતાને જોગણી માતાનો સદ (ધૂણવું) આવતો હોવાનો સ્વાંગ રચ્યો હતો. તેણીએ હેતલબેનને ડરાવતા અને લલચાવતા કહ્યું કે, "તમારા પાર્લર પર માતાજીના અસીમ આશીર્વાદ છે પરંતુ, સાથે-સાથે તમારા પર મોટો નાગ-નાગિનનો દોષ નડી રહ્યો છે, જેના કારણે તમારી આર્થિક પ્રગતિ અટકી શકે છે." આ કથિત દોષ અને નડતરને તાત્કાલિક દૂર કરવા માટે એક વિશેષ પૂજા-વિધિ કરવી પડશે તેમ કહીને સોનાની વસ્તુ અને રોકડ રકમની માંગણી કરી હતી. સંમોહનની અસરમાં આવીને ગળામાંથી મંગળસૂત્ર ઉતારી આપ્યું ભોગ બનનાર સંચાલિકા હેતલબેનના જણાવ્યા અનુસાર, તે મહિલાઓની વાતો અને આંખોની સંમોહન જેવી અસરમાં એટલી હદે આવી ગયા હતા કે તેઓ સારાસારનો વિવેક ભૂલી ગયા હતા. તેમણે તાત્કાલિક પોતાના ગળામાંથી અંદાજે દોઢથી બે તોલાનું સોનાનું મંગળસૂત્ર ઉતારી દીધું હતું અને ગલ્લામાં રહેલી આશરે 3500થી 4000ની રોકડ રકમ પણ તે મહિલાઓના હાથમાં સોંપી દીધી હતી. દાગીના અને રોકડ હાથમાં આવતાની સાથે જ પૂજાના બહાને ત્રણેય મહિલાઓ ત્યાંથી રફુચક્કર થઈ ગઈ હતી. સીસીટીવી કેમેરાના આધારે પોલીસે ઠગ ટોળકીની શોધખોળ શરૂ કરી મહિલાઓના ગયા બાદ થોડીવારે જ્યારે હેતલબેન આ માયાવી જાળમાંથી બહાર આવ્યા અને ભાનમાં આવ્યા, ત્યારે તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આસપાસ તપાસ કરવા છતાં મહિલાઓ ક્યાંય મળી ન આવતા આખરે તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનારના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી મહિલાએ લીલા રંગની સાડી પહેરી હતી, જ્યારે તેની સાથે આવેલી અન્ય બે મહિલાઓ અનુક્રમે મરૂન અને રામા કલરની સાડીમાં સજ્જ હતી. પોલીસે આ મામલે કાયદેસરનો ગુનો નોંધી, બ્યુટી પાર્લરની અંદર તેમજ ગેંડીગેટ રોડની આસપાસની દુકાનોના CCTV કેમેરાના ફૂટેજ મેળવીને આ સાડીવાળી ઠગ ત્રિપુટીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્ડિયન ફીલ્ડર્સે 4 બોલ પર ત્રણ કેચ ડ્રોપ કર્યા:સેમિફાઈનલમાં પહોંચવા માટે ભારતનું જીતવું જરૂરી; બાંગ્લાદેશનો સ્કોર 59/2
    Next Article
    સમી તાલુકામાં સીઝનનો પ્રથમ વરસાદ વરસ્યો:બાસ્પા, દાઉદપુર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં, ખેડૂતોમાં ખુશીનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment