Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં 'વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ:39 કરોડના રોકાણ માટે 29થી વધુ MoU; 221થી વધુ રોજગારી સર્જાવાની આશા

    1 day ago

    ગુજરાત સરકાર દ્વારા આગામી 29 અને 30 જૂન, 2026 દરમિયાન વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે યોજાનારી 'વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (સેન્ટ્રલ ઝોન)'ના ભાગરૂપે આજે 25 જૂને મહીસાગર જિલ્લાના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ લુણાવાડાના મોટા સોનેલા સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એસ.જે. ઠાકોરે સ્વાગત પ્રવચન સાથે કોન્ફરન્સ અંગેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. મહીસાગરના 29થી વધુ ઉદ્યોગ સાહસિકોએ 39 કરોડના MoU કર્યા જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવારે જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લો કૃષિ, ખનીજ સંપત્તિ, MSME ઉદ્યોગો અને માનવ સંસાધનની દૃષ્ટિએ સમૃદ્ધ જિલ્લો છે. રાજ્ય સરકારની વિવિધ ઔદ્યોગિક નીતિઓ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લાના 43 જેટલા MSME એકમોને અંદાજે રૂ. 6.50 કરોડની સહાય આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે કાર્યક્રમ અંતર્ગત મહીસાગરના 29થી વધુ ઉદ્યોગ સાહસિકોએ અંદાજિત રૂ. 39 કરોડના રોકાણ માટે ઇન્ટેન્શન ફોર્મ (MoU) કર્યા છે, જેના પરિણામે જિલ્લામાં 221થી વધુ નવી રોજગારીની તકો ઊભી થશે. તેમણે 'વોકલ ફોર લોકલ' અને 'વિકસિત ભારત-2047'ના વિઝનને સાકાર કરવા રોકાણકારોને મહીસાગરમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ સરકારની યોજનાઓનો વધુ લાભ લે : કલેક્ટર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓને સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' પર ભાર મૂકતા જણાવ્યું કે કૃષિ ક્ષેત્રમાં પ્રોસેસિંગ ગેપ ઘટાડીને સ્થાનિક ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરવામાં આવે તો ખેડૂતો અને ઉદ્યોગકારોને વધુ નફો મળી શકે છે. ઉપરાંત ITIમાં અભ્યાસ કરતા યુવાનોને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન DGFTના જોઇન્ટ ડાયરેક્ટર અનુપમ કુમારે MSME ક્ષેત્ર માટે નિકાસની તકો અંગે માર્ગદર્શન આપતું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ચાર મહત્વપૂર્ણ MoUનું આદાન-પ્રદાન આ પ્રસંગે મંચ પરથી ચાર મહત્વપૂર્ણ MoUનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. જેમાં જગદંબા હર્બલ દ્વારા રૂ. 1.3 કરોડ, રવરાઈ સ્ટોન ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. દ્વારા રૂ. 1.5 કરોડ, અંબિકા એનિમલ ફીડ્સ દ્વારા રૂ. 1.3 કરોડ અને ઈવા કોક્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ દ્વારા રૂ. 20 લાખનો સમાવેશ થાય છે. 20 સ્ટોલનું ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન સ્થાનિક હસ્તકલા, ODOP પ્રોડક્ટ્સ, પ્રવાસન અને સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરાયેલા આશરે 20 સ્ટોલનું જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર તથા અન્ય મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને સ્ટોલની મુલાકાત લઈ પ્રદર્શિત ઉત્પાદનોની માહિતી મેળવી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મદદનીશ કમિશનર કે.આર. તડવીએ ઉપસ્થિત મહાનુભાવો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સમી તાલુકામાં સીઝનનો પ્રથમ વરસાદ વરસ્યો:બાસ્પા, દાઉદપુર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં, ખેડૂતોમાં ખુશીનો માહોલ
    Next Article
    સુરેન્દ્રનગરની શક્તિનગર શાળામાં બાળકોને કીટ અપાઈ:નિખિલભાઈ ચાંપાનેરી સહિતના આગેવાનો હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment