Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરસ્ત્રી સાથે સ્નેપચેટથી વાત કરતાં પતિએ પત્નીને તરછોડી દીધી:પતિ શારીરિક સબંધથી પણ દૂર રહેતો અને સસરા માનસીક ત્રાસ આપતાં, રિસામણે રહેલી પરિણીતાએ જામનગરના પતિ અને સસરા સામે ફરીયાદ નોંધાવી

    1 day ago

    પર સ્ત્રી સાથે સ્નેપચેટથી વાત કરતાં પતિએ પત્નીને તરછોડી દેતાં શહેરની યોગેશ્વર સોસાયટીમાં રહેતી પરિણીતાએ કંટાળીને ઊંઘની વધુ પડતી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહિ પરંતુ પતિ અન્ય સ્ત્રી સાથે અફેરના કારણે શારીરિક સંબંધથી પણ દૂર રહેતો હતો. જ્યારે સસરા પણ માનસીક અને શારીરિક ત્રાસ આપતાં આખરે કંટાળી મહિલાએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. એરપોર્ટ રોડ પર યોગેશ્વર સોસાયટીમાં રહેતી પરિણીતા દેવિકાબેન ધવલભાઈ દાવડા (ઉ.વ.31)એ તેના પતિ ધવલ રાજેન્દ્રભાઈ દાવડા અને સસરા રાજેન્દ્ર રતનસી દાવડા વિરુદ્ધ માનસીક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પરિણીતા પોતે છેલ્લા છ મહિનાથી રીસામણે પિતાના ઘરે છે. તેના લગ્ન સવા વર્ષ પહેલા ધવલ દાવડા સાથે થયા હતા. લગ્નબાદ 15 દિવસ ઘરસંસાર સરખો ચાલ્યો હતો પરંતુ ત્યારબાદ પતિ ધવલ કોઈ બીજી સ્ત્રી સાથે ફોનમા સ્નેપચેટ મારફત વાત ચીત કરતો જેથી તેની સાથે પતિને સંબંધ હોવાની શંકા હોવાથી પતિ પત્ની વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હતો. આ ઉપરાંત તેણી સાથે શારીરિક સંબંધ રાખતા ન હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અવાર નવાર શારીરિક અને માનસીક દુખ ત્રાસ આપતો હતો. સસરા રાજેન્દ્રભાઈ પણ તેણી સાથે સરખુ વર્તન ન કરતા અને માતા પિતા વિશે આડુ અવળુ બોલી ગેર વર્તન કરી શારીરિક અને માનસીક દુખ ત્રાસ આપતા હતાં. દરમિયાન ગઇ તા.23ના બપોરના 4.30 વાગ્યા આસપાસ તેણી પિતાના ઘરે હતી અને મનમા વિચારો આવતા કે, મારા પતિ સરખુ રાખતા ન હોય અને હુ છેલ્લા 6 મહિનાથી પિતાના ઘરે રીસામણે છુ અને પતિ મને તેળવા આવતા નથી અને સાથે વાતચીત કરવાનુ બંધ કરી દીધું છે. જ્યારે તેમની સાથે રહેતી ત્યારે પતિ અન્ય કોઇ સ્ત્રી સાથે ફોનમા સ્નેપચેટ મારફત વાતચીત કરતા અને તેની સાથે સરખુ વર્તન ન કરી શારીરિક અને માનસીક દુખ આપતા હતાં. સસરા પણ મેણા ટોણા મારતા અને જે બાબતે મનમા વિચારો આવતા કંટાળી પોતાની જાતે ઘરમાં પડેલ ઉંઘની દવા વધુ પડતી પી લીધી અને પિતાને જાણ થતા તેઓ તુરંત સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સેમિફાઈનલમાં પહોંચવું હોય તો ભારતે મેચ જીતવી પડશે:રેણુકાએ પોતાની પહેલી જ ઓવરમાં સફળતા અપાવી, દિલારા અખ્તરને પેવેલિયન ભેગી કરી; BANનો સ્કોર 8/1
    Next Article
    હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ-ચીફ ઓફિસર વચ્ચે શાબ્દિક ટપાટપી:વિકાસ કામો મુદ્દે ગરમાવો, નવીન હોલ નાનો પડતાં બેઠક મુશ્કેલ બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment