Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ-ચીફ ઓફિસર વચ્ચે શાબ્દિક ટપાટપી:વિકાસ કામો મુદ્દે ગરમાવો, નવીન હોલ નાનો પડતાં બેઠક મુશ્કેલ બની

    1 day ago

    હિંમતનગર નગરપાલિકાની ગુરુવારે યોજાયેલી સામાન્ય સભામાં વિપક્ષના નેતા અને ચીફ ઓફિસર વચ્ચે વિકાસ કામોના મુદ્દે શાબ્દિક ટપાટપી થઈ હતી. આ ઘટનાથી સભાખંડમાં ભારે ગરમાવો છવાઈ ગયો હતો. બીજી તરફ નવીન હોલ નાનો પડતાં બેઠક મુશ્કેલ બની હતી. વિપક્ષના નેતા ઈમરાન બાદશાહે એજન્ડામાં સૂચવાયેલા કેટલાક વિકાસ કામો અંગે સ્પષ્ટતા માંગી હતી. તેમની પ્રશ્નોત્તરી દરમિયાન સત્તાધારી પક્ષના કોર્પોરેટરો મૌન રહ્યા હતા, પરંતુ વિપક્ષના નેતાએ ચીફ ઓફિસર સમક્ષ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. આ સભામાં નગરપાલિકાના કર્મચારીઓની સેવા વિષયક બાબતો પર નિર્ણય લેવા અંગે પણ ભારે હોબાળો થયો હતો. કુલ 26 મુદ્દા ઉપરાંત પ્રમુખ સ્થાનેથી પાંચ મુદ્દા મળીને 30 મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. આ મુદ્દાઓમાં ટાવર ચોકમાં બગીચા પાસે જગ્યાની ફાળવણી, પાણી, ગટર અને પાઈપલાઈન નાખવા સહિતના પ્રશ્નો તેમજ નગરપાલિકામાંથી નિવૃત્ત થતા કર્મચારીઓના લાભો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિકાસ કામોના મુદ્દે વિપક્ષના નેતા આગામી સમયમાં નિયમોને આધિન રહીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી શકે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    પરસ્ત્રી સાથે સ્નેપચેટથી વાત કરતાં પતિએ પત્નીને તરછોડી દીધી:પતિ શારીરિક સબંધથી પણ દૂર રહેતો અને સસરા માનસીક ત્રાસ આપતાં, રિસામણે રહેલી પરિણીતાએ જામનગરના પતિ અને સસરા સામે ફરીયાદ નોંધાવી
    Next Article
    SOGએ 1.862 કિલો ગાંજા સાથે આરોપી ઝડપી પાડ્યો:કડિયાવાડમાંથી લાખોના નશીલા પદાર્થ સાથે હિસ્ટ્રીશીટર શખસની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment