Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયરાની એન એસ પટેલ હાઇસ્કુલમાં કન્યા કેળવણી મહોત્સવ:રાજ્ય પરીક્ષા બોર્ડ સચિવ સમીર પટેલની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ ઉજવાયો

    13 hours ago

    મોડાસા તાલુકાના સાયરા ગામ સ્થિત શ્રી એન.એસ. પટેલ હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્યના સચિવ સમીરભાઈ એમ. પટેલ અને મેઢાસણ સી.આર.સી. ચંદ્રેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાયરા કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ પી. પટેલ, મંત્રી જીતુભાઈ એન. પટેલ સહિતના હોદ્દેદારો, તાલુકા સદસ્ય ઉર્મિલાબેન વણકર, સાયરા સરપંચ જયાબેન જે. પટેલ, વોલ્વા સરપંચ દિનેશભાઈ વી. પટેલ પણ હાજર રહ્યા હતા. સાયરા હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના આચાર્ય, સ્ટાફગણ, વાલીઓ અને એસ.એમ.સી. સભ્યોએ પણ આ પ્રસંગની શોભા વધારી હતી. સચિવ સમીરભાઈ એમ. પટેલે હાઈસ્કૂલના કોમ્પ્યુટર રૂમ, લેબોરેટરી, લાઈબ્રેરી અને વર્ગખંડોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે શાળાના સ્ટાફ અને વાલીઓને સરકાર તરફથી મળતા વિવિધ લાભો અને યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે, સચિવશ્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સાયરા કેળવણી મંડળ દ્વારા ધોરણ નવમાં પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થી ભાઈ-બહેનોને દફતર, સ્કૂલ ડ્રેસ, કંપાસ બોક્સ, બુટ અને ચોપડાની કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત, તાલુકા સદસ્ય ઉર્મિલાબેન ધીરુભાઈ વણકર દ્વારા ₹21,000, વોલ્વા સરપંચ દિનેશભાઈ વી. પટેલ દ્વારા ₹11,000 અને વોલ્વાના વિઠ્ઠલભાઈ વી. પટેલ દ્વારા ₹5,000નું દાન સંસ્થાને અર્પણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં ખેડૂતો માટે પશુ-પક્ષીથી પાક રક્ષણની એક દિવસીય તાલીમ:73 ખેડૂતોને પાક સંરક્ષણ અને આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન
    Next Article
    જામનગરમાં 6 ઝોનમાં દૈનિકને બદલે એકાંતરા પાણી વિતરણ:જળાશયોમાં પાણી ઘટતા મનપાનો નિર્ણય, નવા નળ જોડાણ પણ સ્થગિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment