Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા સાયબર ટીમે રાજસ્થાનથી ભેજાબાજ ઝડપ્યો:73 નાગરિકો સાથે કરોડોની ઠગાઈ કરનાર મુખ્ય આરોપી પકડાયો

    17 hours ago

    સાબરકાંઠા સાયબર ક્રાઇમ ટીમે 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ રાજસ્થાનમાંથી એક મુખ્ય ભેજાબાજને ઝડપી પાડ્યો છે. આ આરોપી દેશભરમાં સોશિયલ મીડિયા અને ઓનલાઇન માધ્યમો દ્વારા નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર સાયબર સિન્ડિકેટના નાણાં સગેવગે કરવામાં મદદ કરતો હતો. સાયબર પોલીસ સ્ટેશનના PI એચ.પી. ઝાલાએ જણાવ્યું કે, આરોપી વિષ્ણુ રૂપલાલ ડબગર (રહે. રામગઢ રોડ, આસપુર, તા. આસપુર, જિ. ડુંગરપુર, રાજસ્થાન) આર્થિક લાભ મેળવવાના હેતુથી વિવિધ બેંકોમાં ખાતા ખોલાવતો હતો. તે મૂળ ખાતાધારકો પાસેથી બેંક એકાઉન્ટની વિગતો, એટીએમ કાર્ડ અને સીમકાર્ડ મેળવીને સાયબર સિન્ડિકેટના સભ્યોને પૂરા પાડતો હતો. આ સાયબર સિન્ડિકેટે વિવિધ રાજ્યોના નાગરિકો સાથે સોશિયલ મીડિયા દ્વારા અંદાજે રૂ. 5,04,36,296 નો સાયબર ફ્રોડ કર્યો હતો. નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર તેની વિરુદ્ધ 73 અરજીઓ આ રેકેટ સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. આ છેતરપિંડીની રકમમાંથી રૂ. 31,99,430 જેટલી રકમ વિષ્ણુ ડબગર દ્વારા મેળવેલા બેંક એકાઉન્ટ્સમાં જમા કરાવાઈ હતી. સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 30 જૂનના રોજ નોંધાયેલા ગુનાના આધારે સાયબર ટીમે ટેકનિકલ એનાલિસિસ હાથ ધર્યું હતું. ટેકનિકલ તપાસના આધારે સાયબર ટીમે રાજસ્થાનમાં દરોડો પાડીને વિષ્ણુ રૂપલાલ ડબગરને ઝડપી લીધો હતો. તેની પાસેથી અન્ય બેંકોની 12 કીટ પણ મળી આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં બે મહિનાથી પગાર ન મળતા દંપતીનો આપઘાતનો પ્રયાસ:સોશિયલ મીડિયા પોસ્ટથી ડુંગરા પોલીસે બંનેને બચાવ્યા, બાકી પગાર પણ શેઠ પાસેથી અપાવ્યો
    Next Article
    ક્રોસ-કન્ટ્રીમાં એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની ડબલ સિદ્ધિ:વીર નર્મદ યુનિવર્સિટીમાં આયોજીત સ્પર્ધામાં ભાઈઓ ચેમ્પિયન, બહેનો રનર્સ-અપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment