Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં લિવ-ઈન પાર્ટનરની ઘાતકી હત્યા:પ્રેમિકાએ બટાકા છોલવાના ચપ્પુથી પ્રેમીને પતાવી દીધો, ગાળાગાળી કરી માર મારવા પાછળ દોડ્યોને મોત મળ્યું

    10 hours ago

    સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભાઠા ગામની ઝૂંપડપટ્ટીમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પ્રેમી-પ્રેમિકા વચ્ચેના સંબંધોનો લોહિયાળ અંત આવ્યો છે. રોજબરોજના ઝઘડા અને ઘરમાં કોઈ કાયમી કામધંધો ન હોવાના કારણે થતા કંકાસથી કંટાળીને એક મહિલાએ પોતાના જ પાર્ટનરની બટાકા છોલવાના ચપ્પુના ઘા ઝીંકીને 23 જૂને ઘાતકી હત્યા કરી નાખી હતી. શરૂઆતમાં આ મામલો ઇજા કે અકસ્માતનો લાગતો હતો, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ઇચ્છાપોર પોલીસે કાર્યવાહી કરીને હત્યારી મહિલાની ધરપકડ કરી લીધી છે. છેલ્લા 8 વર્ષથી લિવ-ઈન રિલેશનમાં રહેતા હતા પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, મૃતક રાજરત ઉર્ફે રાજુભાઈ યાદવ અને આરોપી મનીષાબેન છેલ્લા આઠ વર્ષથી ભાઠા વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં એકસાથે રહેતા હતા. મૃતક રાજુ કોઈ કાયમી કામધંધો કરતો ન હતો. તે ગુજરાન ચલાવવા માટે છૂટક મજૂરી, ખેતમજૂરી કે આજુબાજુ કોઈ પતરા સરખા કરવાનું નાનું-મોટું કામ મળી જાય તો કરતો હતો, બાકી મોટાભાગે તે બેકાર જ રહેતો હતો. આ આર્થિક તંગી અને બેકારીના કારણે બંને વચ્ચે અવારનવાર નાની-નાની વાતોમાં પુષ્કળ ઝઘડા થતા હતા. ઉગ્ર બોલાચાલી થઈ અને ઝઘડો હિંસક બન્યો બે દિવસ પહેલા 23 જૂનના રોજ સાંજના સમયે બંને વચ્ચે ફરી એકવાર કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી જોતજોતામાં હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. રોજની આદત મુજબ રાજુભાઈએ મનીષાબેન સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યા હતા. વાત આટલેથી ન અટકતા રાજુએ મનીષાબેન પર હુમલો કરી પુષ્કળ મારપીટ શરૂ કરી દીધી હતી. ઘરની અંદર થઈ રહેલા આ આક્રમણથી બચવા માટે મનીષાબેન દોડીને પોતાના ઝૂંપડાના પાછળના ભાગે આવેલી ચોકડી તરફ ભાગ્યા હતા. બટાકા છોલવાનું ચપ્પુ બન્યું હત્યાનું હથિયાર આરોપી મહિલા પોતાનો જીવ બચાવવા ચોકડી તરફ ભાગી હોવા છતાં, ગુસ્સામાં અંધ બનેલા રાજુએ તેનો પીછો છોડ્યો ન હતો. તે પણ પાછળ દોડી ગયો હતો અને ત્યાં ફરીથી મનીષાબેન સાથે મારઝૂડ ચાલુ રાખી હતી. આ ઝપાઝપી દરમિયાન મનીષાબેનનો હાથ ત્યાં વાસણોની વચ્ચે પડેલા બટાકા છોલવાના ચપ્પુ પર પડ્યો હતો. પોતાના બચાવમાં અને ગુસ્સાના અતિરેકમાં મનીષાબેને એ જ ચપ્પુ રાજુભાઈના શરીરમાં હુલાવી દીધું હતું. ચપ્પુનો જીવલેણ ઘા વાગતાની સાથે જ રાજુભાઈ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. શું કહ્યું એસીપી શ્વેતા ડેનિયલે? એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે, શરૂઆતમાં એડી દાખલ કરીને તપાસ ચાલુ કરાઈ હતી. પરંતુ મૃત્યુ બાબતે થોડી શંકા જતાં અમે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. આસપાસના પડોશીઓની પૂછપરછમાં સામે આવ્યું કે મનીષા અને રાજુ છેલ્લા આઠ વર્ષથી સાથે રહેતા હતા અને તેમની વચ્ચે રોજ ઝઘડો થતો હતો, જેમાં રાજુભાઈ મનીષાબેનને રોજ ખૂબ માર મારતા હતા. 23મીની સાંજે પણ રાજુએ પીછો કરીને મારજૂડ કરતા, મનીષાબેને ત્યાં પડેલા વાસણોમાંથી બટાટા છોલવાનું ચપ્પુ લઈને રાજુને મારી દીધું હતું, જેથી લોહીલુહાણ થતાં તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો ઝૂંપડામાંથી ચીસાચીસ અને બૂમાબૂમનો અવાજ સાંભળીને આસપાસના પડોશીઓ અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. લોહીના ખાબોચિયામાં પડેલા રાજુભાઈને જોઈને લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવી હતી. રાજુને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો, પરંતુ ત્યાં હાજર તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ ઈચ્છાપોર પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગુનો નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી એસીપી શ્વેતા ડેનિયલે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસની કડક અને યુક્તિપૂર્વકની પૂછપરછ સામે આખરે આરોપી મહિલા મનીષાબેન તૂટી પડ્યા હતા અને તેમણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. ઇચ્છાપોર પોલીસે આ મામલે એડી (અકસ્માત મોત)માંથી સત્તાવાર રીતે હત્યાનો ગુનો રજિસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ સહિતની આગળની પૂછપરછ અને તપાસ હાલ ઈચ્છાપોર પોલીસ સ્ટેશન ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રિ-મોન્સુન કામગીરીમાં લોલમલોલ:રૂપારેલ કાંસની ચેનલમાં અસહ્ય ગંદકી, અધિકારીએ કહ્યું- ચેનલ સાફ કરતા હજુ એક અઠવાડિયુ લાગશે
    Next Article
    યુવક BRTS કોરિડોરમાં રોડ ક્રોસ કરતો હતો ને AMTSએ ઉડાવ્યો:માતાને કહ્યું હું આંટો મારીને આવું છું, ઘરેથી નીકળ્યાના 45 મિનિટમાં જીવ ગૂમાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment