Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવક BRTS કોરિડોરમાં રોડ ક્રોસ કરતો હતો ને AMTSએ ઉડાવ્યો:માતાને કહ્યું હું આંટો મારીને આવું છું, ઘરેથી નીકળ્યાના 45 મિનિટમાં જીવ ગૂમાવ્યો

    9 hours ago

    શહેરના વધતા અકસ્માત વચ્ચે વધુ અકસ્માતની ઘટના સામે આવી છે. વાડજમાં રહેતો યુવક જમીને માતાને આંટો મારવાનું કહીને ચાલવા નિકળ્યો હતો. યુવક જ્યારે BRTS કોરિડોરમાં રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે AMTS બસે ટક્કર મારતા યુવકનું મોત થયું છે. બી ડિવિઝન ટ્રાફિક પોલીસે AMTS બસના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવક રાત્રે ચાલવા નીકળ્યો ને AMTSએ ટક્કર મારી વાડજમાં રહેતો 30 વર્ષનો ભાવેશ ધવડ નામનો યુવક બુધવારે રાતે 8 વાગે ઘરે જમીને બહાર નીકળ્યો હતો. ભાવેશે તેની માતા ખીમીબેનને કહ્યું કે હું આંટો મારીને આવું છું. ભાવેશ ગયો તેની 45 મિનિટ બાદ ચાલીમાં રહેતા છોકરાએ ખીમીબેનને કહ્યું કે ભાવેશનો AMTS બસ સાથે અક્સ્માત થયો છે. ખીમીબેન સ્થળ પર પહોંચ્યા ત્યારે ભાવેશને માથા અને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ જણાવ્યું હતું કે, ભાવેશ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે રામાપીરના ટેકરા તરફથી એક AMTS બસ આવી રહી હતી જેની ભાવેશને ટક્કર વાગી છે. સારવાર સમયે યુવકનું મોત, ડ્રાઈવર સામે ફરિયાદ અકસ્માત થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. બસનો ડ્રાઈવર પણ સ્થળ પર હાજર હતો. ભાવેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ભાવેશનું મોત થયું હતું. અકસ્માત અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે બસના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં લિવ-ઈન પાર્ટનરની ઘાતકી હત્યા:પ્રેમિકાએ બટાકા છોલવાના ચપ્પુથી પ્રેમીને પતાવી દીધો, ગાળાગાળી કરી માર મારવા પાછળ દોડ્યોને મોત મળ્યું
    Next Article
    Lucknow Fire: Abdul की जान गई, पिता पैरालाइज़्ड हैं! Aliganj Fire Lucknow | Yogi Adityanath

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment