Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિ-મોન્સુન કામગીરીમાં લોલમલોલ:રૂપારેલ કાંસની ચેનલમાં અસહ્ય ગંદકી, અધિકારીએ કહ્યું- ચેનલ સાફ કરતા હજુ એક અઠવાડિયુ લાગશે

    11 hours ago

    ચોમાસુ માથે આવીને ઊભું છે એવામાં વડોદરા મહાનગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઇ છે. શહેરમાં મોટી-મોટી કાંસની સફાઈ ઉપર ઉપરથી કરી દેવામાં આવી છે પરંતુ, તેની ચેનલની સાફ-સફાઈ હજુ બાકી હોવાનું જણાઈ રહ્યું છે. શહેરના અનેક એવા વિસ્તાર છે જ્યા હજુ પણ સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં જળબંબોળની સ્થિતિ સર્જાવાની શક્યતા વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર બયાન કરે છે. હાલમાં જ કાંસો વિસ્તારની વરસાદી ચેનલની સફાઈમાં કોર્પોરેશનનું લોલમલોલ અને ઘોર બેદરકારી સામે આવી છે. ખાસ કરીને રૂપારેલ કાંસની વરસાદી ચેનલની સફાઈની કામગીરીમાં કોર્પોરેશન તદ્દન ઉણું ઉતર્યું છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસું માથે હોવા છતાં આ મહત્વની ચેનલની યોગ્ય સફાઈ ન થતાં આગામી દિવસોમાં જળબંબોળની સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. 125 મીટર લાંબી ચેનલના અસહ્ય ગંદકી અંદાજે 125 મીટર લાંબી આ વરસાદી ચેનલમાં હાલ અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. પ્લાસ્ટિકનો કચરો, ઝાડી-ઝાંખરા અને કાદવ-કીચડના કારણે ચેનલ સંપૂર્ણપણે બ્લોક થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. આ વરસાદી ચેનલ ઘીચ જંગલ જેવી જાળીઓ વચ્ચેથી પસાર થઈ રહી હોવાથી તેની સફાઈ કરવી અત્યંત જરૂરી હતી, પરંતુ તંત્ર દ્વારા તેની તરફ આંખ આડા કાન કરવામાં આવ્યા છે. ગંદકીના ગંજ ખડકાવાના કારણે આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાનો પણ મોટો ખતરો ઊભો થયો છે. ઝેરી જળચર પ્રાણીઓનો ભય સતાવે છે આ વરસાદી ચેનલની બિલકુલ બાજુમાં જ મોટો રહેણાંક વિસ્તાર આવેલો છે. ચેનલમાં ફેલાયેલી ભયંકર ગંદકી અને જંગલ જેવા ઝાડી-ઝાંખરાના કારણે સ્થાનિક રહીશોને હવે ઝેરી જળચર પ્રાણીઓ અને સાપ જેવા જીવજંતુઓનો સતત ભય સતાવી રહ્યો છે. ચોમાસાની શરૂઆત પહેલા જ આ ચેનલ સાફ થઈ જવી જોઈતી હતી પરંતુ, રહેણાંક વિસ્તારમાંથી ચેનલ પસાર થતી હોવા છતાં હજી સુધી કોર્પોરેશન દ્વારા તેને પૂરી રીતે સાફ કરવામાં આવી નથી, જે તંત્રની આળસ અને પ્રી-મોન્સૂન પ્લાનિંગના ધજાગરા ઉડાવે છે. એક અઠવાડિયામાં સફાઈ કરાશે વરસાદી ચેનલની સફાઈ મામલે મીડિયા દ્વારા સવાલો પૂછાતા આખરે કાર્યપાલક એન્જિનિયરનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. વસંત સિંઘલે પોતાની નબળાઈ સ્વીકારતા અથવા બચાવ કરતા જણાવ્યું છે કે, આગામી એક અઠવાડિયામાં આ ચેનલની સફાઈ કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરાવી દેવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે, કોર્પોરેશન આ આપેલા વાયદા મુજબ એક અઠવાડિયામાં સવાસો મીટરની આ ચેનલ સાફ કરે છે કે, પછી સ્થાનિક લોકોએ ગંદકી અને ભયના ઓથાર હેઠળ જ આખું ચોમાસું વિતાવવું પડશે.
    Click here to Read More
    Previous Article
    વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી તબાહી, વિનાશની 34 તસવીરો:સેકન્ડોમાં જ શહેર કાટમાળમાં ફેરવાયું, જીવ બચાવવા લોકો ઘરોમાંથી ભાગ્યા; પત્તાની જેમ ઇમારતો ધરાશાયી
    Next Article
    સુરતમાં લિવ-ઈન પાર્ટનરની ઘાતકી હત્યા:પ્રેમિકાએ બટાકા છોલવાના ચપ્પુથી પ્રેમીને પતાવી દીધો, ગાળાગાળી કરી માર મારવા પાછળ દોડ્યોને મોત મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment