Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢના રાણીઆંબા ગામે વરલી મટકા ઝડપાયો:દૂધ ડેરી સામેથી એક શખ્સ રોકડ સાથે પકડાયો

    5 days ago

    તાપી જિલ્લાના સોનગઢ પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરી છે. ૨૪ જૂન, ૨૦૨૬ના રોજ મળેલી બાતમીના આધારે, રાણીઆંબા ગામમાંથી વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. સોનગઢ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને માહિતી મળી હતી કે રાણીઆંબા ગામમાં દૂધ ડેરી સામે લીમડાના ઝાડ નીચે એક શખ્સ મુંબઈના વરલી મટકાના આંકડા પર જુગાર રમાડી રહ્યો છે. આ માહિતીના આધારે, પોલીસે તાત્કાલિક દરોડો પાડી વસંતભાઈ ચેમાભાઈ ગામીત (રહે. હિરાવાડી, ડેરી ફળીયું, સોનગઢ) નામના ઇસમને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની અંગઝડતી કરતા સ્થળ પરથી જુગારના સાધનો અને રોકડ રકમ જપ્ત કરી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં વરલી મટકાના આંકડા લખેલી કાપલીઓની બુક, એક કાર્બન પેપર, એક બોલપેન અને જુગારમાંથી મેળવેલા કુલ ૧,૪૭૦ રૂપિયા રોકડાનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મુંબઈના શ્રીદેવી બજારના નામે ગેરકાયદેસર રીતે જુગાર રમાડતો હતો. સોનગઢ પોલીસે જુગાર ધારાની કલમ ૧૨(અ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
    Click here to Read More
    Previous Article
    60 વર્ષ જૂનો સુભાષબ્રિજ હવે પાયામાંથી તોડાશે, DRONE વીડિયો:ગર્ડરમાં તિરાડો પડતાં IITના કન્સલ્ટન્ટનો મોટો નિર્ણય, 5 કરોડનો વધારાનો ખર્ચ થશે
    Next Article
    આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગરમાં બેઠક યોજી:જીજી હોસ્પિટલની આરોગ્ય સુવિધાઓ સુદ્રઢ કરવા ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment