Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    60 વર્ષ જૂનો સુભાષબ્રિજ હવે પાયામાંથી તોડાશે, DRONE વીડિયો:ગર્ડરમાં તિરાડો પડતાં IITના કન્સલ્ટન્ટનો મોટો નિર્ણય, 5 કરોડનો વધારાનો ખર્ચ થશે

    5 days ago

    અમદાવાદના સૌથી ચર્ચાસ્પદ સુભાષબ્રિજને હવે પિલ્લર સાથે સંપૂર્ણપણે ડિમોલેશન કરવામાં આવનાર છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. બ્રિજના ડિમોલિશન માટે મશીનરી નદીમાં ઉતારવાની જરૂરિયાત હોવાના કારણે નદીમાં બ્રિજની બંને તરફ પાળા બનાવવામાં આવ્યા છે. બ્રિજ પરના એક ભાગના સ્પાનને સંપૂર્ણ પણે તોડી પાડવામાં આવ્યો છે. સાબરમતી નદીમાં પાણી પણ જોડવામાં આવ્યું છે, તેની વચ્ચે આ બ્રિજની કામગીરી થવાની છે. નદીના પાણીનું વહેણ આગળ જતું રહે તેના માટે રિવરફ્રન્ટ પૂર્વ તરફ પાઇપ મૂકીને પાણીનું વહન ચાલુ રાખવામાં આવ્યું છે. કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજના પિલ્લરને પણ તોડી પાડવાનો અભિપ્રાય આપવામાં આવ્યો સંપૂર્ણ બ્રિજને તોડીને હવે નવો બનતાં હવે 9 મહિનાની જગ્યાએ અંદાજિત 16 મહિના એટલે એપ્રિલ અથવા મે મહિનામાં બ્રિજ બનીને તૈયાર થશે. શહેરના સુભાષબ્રિજમાં ખામીના કારણે બ્રિજને સંપૂર્ણપણે ડિમોલિશન કરવાની જગ્યાએ માત્ર સુપર સ્ટ્રક્ચર તોડવાનો નિર્ણય અગાઉથી લઈ લેવામાં આવ્યો હતો પરંતુ ડિમોલેશનની પ્રક્રિયા દરમિયાન હયાત બ્રિજમાં સ્પાન અને પિલ્લરમાં નુકસાન થઈ શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. બ્રિજના ગર્ડરમાં તિરાડો જોવા મળી છે. કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજના પિલ્લરને પણ તોડી પાડવા માટેનો અભિપ્રાય આપવામાં આવ્યો છે. વધુ છ મહિના માટે આ બ્રિજની કામગીરી લંબાશે બ્રિજ કન્સલ્ટન્ટ ગાંધીનગર IIT, IIT રૂડકી અને એમ ટંડન દ્વારા બ્રિજ ડિમોલેશનની પ્રક્રિયા અંગે અભિપ્રાય આપવામાં આવ્યા છે. હાલમાં જે બ્રિજના બે સ્પાનના સુપર સ્ટ્રક્ચર તોડી નાખવામાં આવ્યા છે તે બાદ બ્રિજમાં કેટલીક તિરાડો જોવા મળી છે. બ્રિજ 60 વર્ષથી વધુ જુનો હોવાથી હવે બ્રિજના પીલરને પણ તોડીને સંપૂર્ણપણે ડિમોલેશન કરવા માટે અભિપ્રાય આપવામાં આવ્યો છે, જેથી મ્યુનિસિપલ કમિશનર અને કન્સલ્ટન્ટ વચ્ચે સમગ્ર બાબતે ચર્ચા વિચારણા કરી હવે બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવશે, જેની પાછળ પાંચ કરોડથી વધારે ખર્ચ થશે અને સમય મર્યાદા કરતા વધુ છ મહિના માટે આ બ્રિજની કામગીરી લંબાશે.
    Click here to Read More
    Previous Article
    કોલકાતા ગોદામ દુર્ઘટના: મૃત્યુઆંક 10 થયો:કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધ માટે સેનાનું ગ્રાઉન્ડ-પેનેટ્રેટિંગ રડાર ગોઠવવામાં આવ્યું
    Next Article
    સોનગઢના રાણીઆંબા ગામે વરલી મટકા ઝડપાયો:દૂધ ડેરી સામેથી એક શખ્સ રોકડ સાથે પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment